‘શહઝાદા’ પહોંચ્યો દિલ્હીમાં

27 November, 2021 02:39 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘શહઝાદા’ દિલ્હીમાં છે.

કાર્તિક આર્યન

કાર્તિક આર્યન તેની આગામી ફિલ્મ ‘શહઝાદા’ના શૂટિંગ માટે દિલ્હી પહોંચ્યો છે. આ ફિલ્મમાં કાર્તિકની સાથે ક્રિતિ સૅનન, મનીષા કોઇરાલા, પરેશ રાવલ, રૉનિત રૉય અને સચિન ખેડેકર લીડ રોલમાં દેખાશે. ફિલ્મને રોહિત ધવન ડિરેક્ટ કરી રહ્યો છે. આ ફિલ્મનું પહેલું શેડ્યુલ મુંબઈની ફિલ્મસિટીમાં પૂરું કરવામાં આવ્યું છે. હવે ટીમ અન્ય શેડ્યુલ માટે દિલ્હી પહોંચી ગઈ છે. દિલ્હીમાં શૂટિંગ કરવા વિશે પ્રોડ્યુસર ભૂષણ કુમારે કહ્યું હતું કે ‘ફિલ્મ ‘શહઝાદા’માં દિલ્હી અગત્યનો ભાગ ભજવે છે. સ્ટોરી રાજધાનીની સાથે સંબંધ ધરાવે છે. મને પૂરી ખાતરી છે કે રોહિત ધવન અને ટીમ આ શહેરની સુંદરતાને ખૂબ સરસ રીતે ફિલ્મમાં ઢાળશે.’
પોતાનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘શહઝાદા’ દિલ્હીમાં છે.

bollywood news bollywood bollywood gossips entertainment news kartik aaryan