કૅન્સર પેશન્ટનું સપનું પૂ રું કર્યું શાહરુખે

24 May, 2023 03:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

શાહરુખે વિડિયો કૉલ પર શિવાનીને કહ્યું હતું કે તે જ્યારે કલકત્તા આવશે ત્યારે તે તેને જરૂર મળશે.

શાહરુખ ખાન

શાહરુખ ખાને હાલમાં જ એક કૅન્સર પૅશન્ટનું સપનું પૂરું કર્યું છે. આ પેશન્ટ કલકત્તાની છે અને તેની ઉંમર ૬૦ વર્ષની હતી. તેને કૅન્સર છે અને ડૉક્ટરે તેની ફૅમિલીને છેલ્લા દિવસો ગણવા કહી દીધા છે. તેની ઇચ્છા હતી કે તે શાહરુખ ખાનને મળે. જોકે શાહરુખ ખાન મળી તો નહોતો શક્યો, પરંતુ તેણે તેમને વિડિયો કૉલ કર્યો હતો. શાહરુખે વિડિયો કૉલ પર શિવાનીને કહ્યું હતું કે તે જ્યારે કલકત્તા આવશે ત્યારે તે તેને જરૂર મળશે. આ સાથે જ તેણે તેના માટે ફિશ બનાવવા માટે પણ કહ્યું હતું. શિવાનીને સ્ટેજ ફોરનું કૅન્સર છે.

entertainment news bollywood news bollywood gossips bollywood Shah Rukh Khan