સારા અલી ખાને ઉત્તરાખંડમાં ૧૮ કિલોમીટર ચાલીને માણી ટ્રેકિંગની મજા

15 April, 2026 09:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ દરમ્યાન તેણે પંવાલી કાંઠા બુગ્યાલ વિસ્તારમાં બરફવર્ષા અને સુંદર પહાડી વાદીઓનો આનંદ માણ્યો હતો

ઉત્તરાખંડમાં ટ્રેકિંગની મજા માણતી સારા અલી ખાન

સારા અલી ખાને હાલમાં ઉત્તરાખંડના ટિહરી વિસ્તારમાં આશરે ૧૮ કિલોમીટરનો પગપાળા ટ્રેક પૂર્ણ કર્યો હતો. આ દરમ્યાન તેણે પંવાલી કાંઠા બુગ્યાલ વિસ્તારમાં બરફવર્ષા અને સુંદર પહાડી વાદીઓનો આનંદ માણ્યો હતો. મળતી માહિતી પ્રમાણે સારા ૧૧ એપ્રિલે ઘુત્તુ પહોંચી હતી અને ત્યાં ૩ દિવસ રોકાઈ હતી. ૧૩ એપ્રિલે તે પાછી ફરી હતી. સારાને ટ્રેકિંગમાં મદદ કરનાર ટ્રેકર કુલદીપ રાવતે જણાવ્યું કે સારાએ ટ્રેક દરમ્યાન દોફન નામના સ્થળે રાત વિતાવી હતી. આ વિસ્તારમાં હોટેલ કે રેસ્ટોરાં જેવી કોઈ સુવિધા ઉપલબ્ધ નથી એથી તેણે તંબુમાં રહીને કુદરતની વચ્ચે રાત વિતાવી હતી. આ સમયે તેણે સ્થાનિક લોકો સાથે સમય વિતાવ્યો અને પહાડી સંસ્કૃતિને નજીકથી અનુભવીને પરંપરાગત પહાડી ભોજનનો પણ આનંદ માણ્યો હતો.

sara ali khan uttarakhand travel travelogue entertainment news bollywood bollywood news