Singham Again: રોહિત શેટ્ટીના કૉપ યૂનિવર્સમાં દીપિકાની એન્ટ્રી, બનશે લેડી સિંઘમ

08 December, 2022 09:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ફિલ્મ `સિંઘમ અગેઈન`ની સાથે જ અજય દેવગન ફરી એકવાર મોટા પડદે જાણીતા બાજીરાવ સિંઘમનું પાત્ર ભજવતા જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે અજય દેવગન અને દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શૅર કરતાં જોવા મળશે.

દીપિકા પાદુકોણ

રોહિત શેટ્ટીના (Rohit Shetty) ફેમસ કૉપ યૂનિવર્સમાં (Famous Cop Universe) દીપિકા પાદુકોણે (Deepika Padukone) એન્ટ્રી (Entered) લઈ લીધી છે. ડિરેક્ટર રોહિતની (Director Rohit Shetty) નવી ફિલમ `સિંઘમ અગેઇન`માં (Upcoming Film Singham Again) દીપિકા પોલીસ ઑફિસરનો (Deepika Padukone will play the role of Cop) રોલ કરતી જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે રોહિત (Rohit Shetty) પોતાની ફિલ્મમાં (Film) એક લેડી પોલીસ ઑફિસર (Will Show a Lady Police Officer) બતાવશે. આ સમાચાર સામે આવતા જ દીપિકા પાદુકોણ અને સિંઘમના ચાહકો ખૂબ જ ખુશ છે. 

દીપિકા પાદુકોણ બનશે લેડી સિંઘમ
આનાથી પણ મોટા સમાચાર એ છે કે ફિલ્મ `સિંઘમ અગેઈન`ની સાથે જ અજય દેવગન ફરી એકવાર મોટા પડદે જાણીતા બાજીરાવ સિંઘમનું પાત્ર ભજવતા જોવા મળશે. આ પહેલીવાર હશે જ્યારે અજય દેવગન અને દીપિકા પાદુકોણ સાથે સ્ક્રીન શૅર કરતાં જોવા મળશે. લેડી સિંઘમના રોલમાં દીપિકા પાદુકોણને જોવા માટે ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે.

વર્ષ 2011માં અજય દેવગને ફિલ્મ `સિંઘમ` દ્વારા પોતાના કૉપ યૂનિવર્સની શરૂઆત કરી હતી. આમાં અજય દેવગને બાજીરાવ સિંઘમનું પાત્ર ભજવ્યું અને દેશમાં છવાઈ ગયા. વર્ષ 2014માં ફિલ્મ `સિંઘમ રિટર્ન્સ` આવી હતી. જેમાં અજય દેવગનની સાથે કરીના કપૂર ખાન જોવા મળી હતી. જોકે આ પહેલીવાર છે જ્યારે ફિલ્મમાં કોઈ એક્ટ્રેસને પોલીસના રોલમાં બતાવવામાં આવશે.

આ પણ વાંચો : Manoj Bajpayeeના માતા ગીતા દેવીનું લાંબી બિમારી બાદ 80 વર્ષની વયે નિધન

દીપિકા પાદુકોણ પહેલા પતિ રણવીર સિંહ પણ રોહિત શેટ્ટીના કૉપ યૂનિવર્સનો ભાગ બની ચૂક્યા છે. રણવીરે ફિલ્મ `સિમ્બા`માં જબરજસ્ત કામ કરીને બતાવ્યું હતું. તેણે પોલીસ ઑફિસર સંગ્રામ ભાલેરાવનું પાત્ર ભજવ્યું હતું. તેમનો આ ફની અંદાજ ખૂબ જ લોકપ્રિય થયો હતો. રણવીર અને અજય સિવાય રોહિત શેટ્ટીએ અક્ષય કુમાર સાથે ફિલ્મ `સૂર્યવંશી` પણ બનાવી છે.

આ પણ વાંચો : સિર્ફ એક ‘બંદા’ કાફી હૈ

સીરિઝમાં જોવા મળશે શિલ્પા શેટ્ટી
`સિંઘમ અગેઇન` સિવાય રોહિત શેટ્ટી પોતાના કૉપ યૂનિવર્સની સાથે ઓટીટી પર પણ જઈ રહ્યા છે. તેમણે થોડોક સમય પહેલા પોતાની સીરિઝ `ઇન્ડિયન પોલીસ ફૉર્સ`ની પણ જાહેરાત કરી હતી. આ સીરિઝમાં શિલ્પા શેટ્ટી પોલીસ ઑફિસરના રોલમાં જોવા મળશે. તેમની સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને વિવેક ઑબેરૉય પણ હશે. આ સીરિઝ એમેઝૉન પ્રાઈમ પર રિલીઝ થશે.

આ પણ વાંચો : પંકજ ​ત્રિપાઠી અને સંજના સંઘીએ શૂટિંગ શરૂ કર્યું

દીપિકા પાસે છે મોટા પ્રૉજેક્ટ્સ
દીપિકા પાદુકોણના બીજા પ્રૉજેક્ટ્સ વિશે વાત કરીએ તો અનેક મોટા પ્રૉજેક્ટ્સ તેની પાસે છે. તે ટૂંક સમયમાં જ ફિલ્મ `પઠાન`માં શાહરુખ ખાન સાથે દેખાવાની છે. આ સિવાય તેની પાસે શાહરુખ ખાનની વધુ એક ફિલ્મ `જવાન`, હ્રિતિક રોશનની `ફાઈટર` અને પ્રભાસની `પ્રોજેક્ટ કે` પણ છે. આ સિવાય તે રોહિત શેટ્ટી અને રણવીર સિંહની ફિલ્મ `સર્કસ`માં સ્પેશિયલ અપીયરેન્સ કરવાની છે.

bollywood news bollywood bollywood gossips deepika padukone entertainment news rohit shetty singham