11 May, 2021 01:09 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સોનાક્ષી સિંહા, જેનિલિયા દેશમુખ અને રિતેશ દેશમુખ
સોનાક્ષી સિંહા, જેનિલિયા દેશમુખ અને રિતેશ દેશમુખે કોરોનાની વૅક્સિનનો પહેલો ડોઝ લીધો છે. કોવિડ-19ની સેકન્ડ વેવને કારણે કેસ ખૂબ જ વધી રહ્યા છે અને એથી જ જેમ બને એમ લોકોને જલદી વૅક્સિન આપવામાં આવી રહી છે. ફોટો શૅર કરીને સોનાક્ષીએ કૅપ્શન આપી હતી કે વૅક્સિનનો મતલબ છે વિક્ટરી. રિતેશ અને જેનિલિયાએ પણ તેમના ફોટો સોશ્યલ મીડિયા પર શૅર કર્યા હતા.