હવે, સામ સામે ટકરાશે સલમાન અને અક્ષય, રણબીર 2020માં બ્રહ્માસ્ત્ર છોડશે

27 April, 2019 07:25 PM IST  | 

હવે, સામ સામે ટકરાશે સલમાન અને અક્ષય, રણબીર 2020માં બ્રહ્માસ્ત્ર છોડશે

દબંગ 3, બ્રહ્માસ્ત્ર, ગુડ ન્યૂઝ

રણવીર કપૂરની બ્રહ્માસ્ત્ર અને અક્ષય કુમારની ગુડ ન્યૂઝ માટે તમારે થોડી રાહ જોવી પડશે. કરણ જોહરે પોતાની આ બન્ને ફિલ્મોની રિલીઝ ડેટ આગળ ખસેડી દીધી છે.

પહેલા વાત કરીએ, બ્રહ્માસ્ત્રની, જેને અયાન મુખર્જી ડાયરેક્ટ કરે છે. આ સુપર નેચરલ સુપરહીરો ફિલ્મમાં રણવીર કપૂર, આલિયા ભટ્ટ, મૌની રૉય અને અમિતાભ બચ્ચન મુખ્ય પાત્રમાં છે. અયાને સોશિયલ મીડિયામાં નોટ લખીને ફિલ્મની તારીખ બદલવાની સૂચના આપી છે. "ફિલ્મોના શોખીન અને ફિલ્મ વ્યવસાયમાં રસ ધરાવનારાઓના નામ લખાયેલ આ નોટમાં અયાન કહે છે - બ્રહ્માસ્ત્ર મારું સ્વપ્ન છે જે મેં 2011માં જોયું હતું અને 2013માં યે જવાની હે દીવાની થી પૂરું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આ સપનું છે, દેશને એક એવી ફિલ્મ આપવાનું, જે ખરેખર નવી, શાનદાર અને એક જુદાં જ સ્તર પર હોય. ફક્ત સ્ટોરી કે પાત્ર અને ભાવનાઓની બાબતે જ નહીં, પણ દ્રશ્ય અને દ્રશ્યોના પ્રભાવમાં પણ.

આ વિઝન મેળવવા માટે લાંબા સમયથી પ્રયત્નો થઇ રહ્યા હતા. જ્યારે અમે કુંભમાં ફિલ્મનો લોગો રિલીઝ કર્યો ત્યારે અમને થયું કે અમે સાચા રસ્તે છીએ, અને ફિલ્મની રિલીઝ ડેટ ક્રિસમસ 2019 જાહેર કરી. પણ ગયા અઠવાડિયે વીએફએક્સ ટીમને થયું કે તેમને સાઉન્ડ અને મ્યુઝિક પર કામ કરવા માટે હજી સમય જોઇશે. તેથી હવે અમે ફિલ્મ 2020ના ઉનાળામાં રિલીઝ કરશું અને તારીખની જાહેરાત નક્કી થયા પછી કરીશું." આ સાથે જ અયાને આ ફિલ્મ માટે બધાની દુઆઓ અને શુભકામનાઓ માગી છે.

આ તો થયું અધિકારિક કારણ, પણ એવું કહેવામાં આવી રહ્યું છે કે બ્રહ્માસ્ત્રની રિલીઝ પોસ્ટપોન કરવા પાછળ સલમાન ખાનની દબંગ 3 પણ કારણભૂત રહી શકે છે, જે આ વર્ષના ક્રિસમસ પર આવવાની જાહેરાત તાજેતરમાં જ થઇ છે. પ્રભુદેવા નિર્દેશિત આ ફિલ્મમાં સલમાન એક વાર ફરી પોતાના ચુલબુલ પાંડે અવતારમાં આવી રહ્યો છે. સોનીક્ષી સિન્હા ફીમેલ લીડ રોલમાં છે. દબંગ એક હિટ ફ્રેંચાઇઝી છે, જેની સામે થવું નુકસાનકારક થઇ શકે છે.

ઉલ્લેખનીય છે કે રણવીર અને સલમાનની ટક્કર તો ટળી ગઇ, પણ આ ક્રિસમસ પર હવે સલમાનનો અક્ષય કુમાર સાથે મુકાબલો થઇ શકે છે. કારણ કે ગુડ ન્યૂઝ હવે સપ્ટેમ્બરને બદલે ડિસેમ્બરમાં રિલીઝ થવાની જાહેરાત થઇ છે. આ ફિલ્મ 27 ડિસેમ્બરના આવશે. ગુડ ન્યૂઝમાં અક્ષય કુમાર સાથે કરીના કપૂર લીડ રોલમાં છે. એવું લાગે છે કે મેકર્સ હેપી ન્યુ યર સાથે ગુડ ન્યૂઝ સેલિબ્રેટ કરવા માગે છે.

આ પણ વાંચો : પહેલી વાર પોલીસ ઑફિસરનું પાત્ર ભજવશે કરીના કપૂર ખાન, કરાવશે કૉમેડી

પહેલા ગુડ ન્યૂઝ 6 સપ્ટેમ્બરના રિલીઝ થવાની હતી. આ ક્રિસમસ સિવાય આવતાં વર્ષે ઈદ પર પણ અક્ષય કુમાર અને સલમાન ખાનની ટક્કરની શંકા રહેલી છે. કારણકે ઈદ પર અક્ષયની ફિલ્મ સૂર્યવંશી અને સલમાનની ઇંશાઅલ્લાહ રિલીઝ થવાની છે. સૂર્યવંશીને રોહિત શેટ્ટી ડાયરેક્ટ કરી રહ્યો છે અને કેટરીના કૈફ ફીમેલ લીડ રોલમાં છે, જ્યારે ઈંશાઅલ્લાહના નિર્દેશનમાં સંજય લીલા ભણસાલી અને આલિયા સલમાનની સામે છે.

bollywood news bollywood Brahmastra dabangg 3 akshay kumar kareena kapoor bollywood events