પૅરિસ ફૅશન વીકમાં મા-દીકરી રવીના-રાશાની જમાવટ

11 March, 2025 06:56 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જ્યારે રાશાએ બ્લૅક કૉર્સેટ ટ્યુબ ટૉપ અને ન્યુડ બૅજ મિની સ્કર્ટ સાથે ઓવરસાઇઝ્ડ વાઇટ કોટ પહેરવાનું પસંદ કર્યું હતું. આ લુકમાં રવીના અને રાશા ગજબનાં સુંદર લાગી રહ્યાં હતાં.

રવીના ટંડન અને તેની દીકરી રાશા થડાણી

ઍક્ટ્રેસ રવીના ટંડન અને તેની દીકરી રાશા થડાણીએ પૅરિસ ફૅશન વીકમાં હાજરી આપી હતી અને હવે એની તસવીરો શૅર કરી છે. હકીકતમાં તેમને આ ફૅશન વીકમાં લક્ઝરી હૅન્ડબૅગ બ્રૅન્ડ ડેલ્વોક્સના લેટેસ્ટ કલેક્શનના લૉન્ચ માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં રવીનાએ કાળા રંગનું બૉડીકૉન આઉટફિટ પહેરવાનું પસંદ કર્યું હતું, જ્યારે રાશાએ બ્લૅક કૉર્સેટ ટ્યુબ ટૉપ અને ન્યુડ બૅજ મિની સ્કર્ટ સાથે ઓવરસાઇઝ્ડ વાઇટ કોટ પહેરવાનું પસંદ કર્યું હતું. આ લુકમાં રવીના અને રાશા ગજબનાં સુંદર લાગી રહ્યાં હતાં.

raveena tandon fashion news fashion paris bollywood bollywood news entertainment news rasha thadani