હિન્દીમાં ડબિંગ કરવું ચૅલેન્જિંગ છે : રશ્મિકા

23 September, 2022 01:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે અમિતાભ બચ્ચન સાથેની ‘ગુડબાય’માં જોવા મળી રહી છે

રશ્મિકા મંદાના

રશ્મિકા મંદાનાનું કહેવું છે કે હિન્દીમાં ડબિંગ કરવું ખૂબ જ ચૅલેન્જિંગ છે. તે અમિતાભ બચ્ચન સાથેની ‘ગુડબાય’માં જોવા મળી રહી છે. આ ફિલ્મ સાત ઑક્ટોબરે​ રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મને વિકાસ બહલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે. આ ફિલ્મ દ્વારા તે બૉલીવુડમાં એન્ટ્રી કરી રહી છે. તેમ જ તેણે પહેલી વાર આખી ફિલ્મને હિન્દીમાં ડબ કરી છે. આ વિશે વાત કરતાં રશ્મિકાએ કહ્યું કે ‘મારા માટે ડબિંગ ખૂબ જ મુશ્કેલ છે. દરેક સમયે અને દરેક ભાષામાં મને આ ખૂબ જ મુશ્કેલ લાગે છે. ફિલ્મ માટે મારા માટે સૌથી મુશ્કેલ વસ્તુ આ જ છે. હિન્દીમાં ડબિંગ કરવું મારા માટે ખૂબ જ ચૅલેન્જિંગ હતું, પરંતુ મને નવી ભાષા શીખવાનો ચાન્સ મળ્યો. હવે મને વધુ એક ભાષા આવડી ગઈ છે.’

entertainment news bollywood news bollywood bollywood gossips amitabh bachchan upcoming movie