દીપિકાની સરખામણીએ કોઈ ન આવી શકે : રણવીર સિંહ

18 February, 2019 11:30 AM IST  | 

દીપિકાની સરખામણીએ કોઈ ન આવી શકે : રણવીર સિંહ

રણવીર સિંહનું કહેવું છે કે તેની પત્ની દીપિકા પાદુકોણની તોલે કોઈ ન આવી શકે. રણવીર તેને દુનિયાની સૌથી સુંદર મહિલા માને છે. બૉલીવુડમાં મૅરિડ કપલને લાઇફમાં અનેક ચૅલેન્જિસનો સામનો કરવો પડે છે અને આ વિશે કરણ જોહરે પૂછતાં રણવીરે જવાબ આપ્યો હતો કે ‘પ્રામાણિકપણે કહું તો એવી કોઈ સમસ્યા નથી. અમે જ્યારે ઘરે હોઈએ ત્યારે અમે સુપર ચિલ્ડ રહીએ છીએ. અમે પહેલાં તો બેસ્ટ ફ્રેન્ડ્સ છીએ અને આ જ અમારા રિલેશનની સુંદર બાબત છે. સદ્ભાગ્યે અમે એક જ ફીલ્ડમાં છીએ અને એથી અમારી પાસે ઘણુંબધું ચર્ચા કરવા માટે હોય છે.’

આ પણ વાંચોઃ દીપિકા પાદુકોણની આંગળીઓ રણવીર સિંહને લાગે છે ટેસ્ટી

કરણ જોહરે તેને પૂછ્યું હતું કે તારી પાછળ છોકરીઓ ઘેલી છે અને શું તું તેમના તરફ આકર્ષાય છે? આ સવાલનો જવાબ આપતાં રણવીરે કહ્યું હતું કે ‘મેં સૌથી સુંદર મહિલા સાથે લગ્ન કર્યા છે, એથી મારે ચિંતા કરવાની જરૂર નથી. આજ સુધી મને એક પણ મહિલા એવી નથી મળી જે દીપિકાની જેમ મને મોહિત કરી શકે. અમારાં લગ્ન થયાં એનાં છ વર્ષ પહેલાંથી જ અમે એકબીજાને ઓળખીએ છીએ. આ વાત જ પૂરતી છે કે કોઈ અન્ય વ્યક્તિ કદી પણ મને તેના તરફ લલચાવી નહીં શકે. દીપિકાની સરખામણીએ તો કોઈ ન આવી શકે.’

ranveer singh deepika padukone karan johar