ઉદયપુરના હાઈ-ફાઈ લગ્ન-સમારંભમાં બૉલીવુડ સ્ટાર્સે લગાવ્યા જોરદાર ઠૂમકા

24 November, 2025 09:12 AM IST  |  Udaipur | Gujarati Mid-day Correspondent

ફંક્શન્સમાં માધુરી દીક્ષિત, નોરા ફતેહી, રણવીર સિંહ, વરુણ ધવન, જાહ્‌નવી કપૂર, ક્રિતી સૅનન, જૅકલિન ફર્નાન્ડિસ અને શાહિદ કપૂર જેવા કલાકારો નાચ્યા

ક્રિતી સૅનન, રણવીર સિંહ, નોરા ફતેહી

ગઈ કાલે ઉદયપુરના જગતમંદિર ખાતે ઇન્ડિયન-અમેરિકન બિઝનેસમૅન રામા રાજુ મન્ટેનાની દીકરી નેત્રા મન્ટેના અને ઇન્ડિયન-અમેરિકન ટેક ઑન્ટ્રપ્રનર વામસી ગદિરાજુનાં ભવ્ય લગ્ન યોજાયાં હતાં અને આજે રિસેપ્શન છે. આ લગ્નસમારંભનું આયોજન ૨૧ નવેમ્બરથી ૨૪ નવેમ્બર સુધી કરવામાં આવ્યું છે જેમાં બૉલીવુડની અનેક સેલિબ્રિટીઓએ ભાગ લઈને ધમાકેદાર પર્ફોર્મન્સ આપ્યો હતો. આ સમારંભમાં ૨૧ નવેમ્બરે સંગીત અને ૨૨ નવેમ્બરે મેંદી અને બૉલીવુડ નાઇટનું આયોજન કરવામાં આવ્યું હતું.

જબરદસ્ત સંગીત

શાહિદ કપૂર,  જાહ્‌નવી કપૂર, જૅકલિન ફર્નાન્ડિસ

નેત્રા અને વામસી ગદિરાજુનું સંગીત-ફંક્શન એકદમ હાઈ-પ્રોફાઇલ હતું. આ સંગીત નાઇટનું હોસ્ટિંગ કરણ જોહર અને સોફી ચૌધરીએ કર્યું હતું અને એમાં રણવીર સિંહ, વરુણ ધવન, જાહ્‌નવી કપૂર, ક્રિતી સૅનન, જૅકલિન ફર્નાન્ડિસ અને શાહિદ કપૂર જેવાં સ્ટાર્સે ડાન્સ કરીને ધમાલ મચાવી દીધી હતી. આ સંગીતમાં ક્રિતીએ દિલજિત દોસાંઝના ગીત પર હાઈ-એનર્જી પર્ફોર્મન્સ સાથે સાંજની શરૂઆત કરી હતી. જૅકલિને ‘લાલ પરી’ પર તો વરુણે ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ના ટાઇટલ-ટ્રૅક પર ડાન્સ કર્યો હતો. આ સિવાય જાહ્‌નવીએ ‘પરમ સુંદરી’ના ગીત ‘પરદેસિયા’ અને શાહિદે ‘મૌજા હી મૌજા’ પર ધમાકેદાર સ્ટેજ-પર્ફોર્મન્સ આપ્યો હતો. રણવીર સિંહે તો સંગીતમાં ‘વૉટ ઝુમકા’ પર ડાન્સ કરીને પોતાની સાથે ડોનલ્ડ ટ્રમ્પ જુનિયર અને તેની ગર્લફ્રેન્ડ બેટિના ઍન્ડરસનને પણ નચાવ્યાં હતાં.

માધુરી દીક્ષિતનો ડાન્સ વાઇરલ

હાલમાં સોશ્યલ મીડિયામાં મેંદી ફંક્શનનો વિડિયો ચર્ચામાં છે જેમાં માધુરી દીક્ષિત ‘દેવદાસ’ના ગીત ‘ડોલા રે ડોલા’ પર ડાન્સ કરતી દેખાઈ રહી છે. માધુરીનો એનર્જેટિક પર્ફોર્મન્સ લોકોને બહુ પસંદ આવી રહ્યો છે. માધુરીએ ડાન્સ દરમ્યાન લીલા રંગનો લેહંગો અને સાથે ગુલાબી દુપટ્ટો પહેર્યો છે. માધુરીને આ ગીત પર ડાન્સ કરતી જોઈને ફૅન્સને માધુરી અને ઐશ્વર્યા રાયની મૂળ ગીતની કેમિસ્ટ્રી યાદ આવી ગઈ હતી. મેંદીના આ ફંક્શનને દિયા મિર્ઝાએ હોસ્ટ કર્યું હતું.

નોરા ફતેહીનો જાદુ

આ હાઈ-પ્રોફાઇલ મેંદી ફંક્શનમાં નોરા ફતેહીએ પણ ડાન્સ કર્યો હતો. નોરાએ આ ફંક્શનમાં હાઈ-એનર્જી બૉલીવુડ ગીતો પર ડાન્સ કરીને વાતાવરણ લાઇવ બનાવી દીધું હતું. તે ડાન્સ કરતાં-કરતાં ઑડિયન્સ વચ્ચે પહોંચી ગઈ હતી જેને કારણે લોકો પણ જોશમાં આવી ગયા હતા.

udaipur ranveer singh kriti sanon nora fatehi madhuri dixit janhvi kapoor shahid kapoor jacqueline fernandez viral videos entertainment news bollywood bollywood news