Mrs.Chatterjee Vs Norway Trailer: સંતાન માટે વિદેશી સરકાર સામે એક માની કપરી લડાઈ

23 February, 2023 07:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડની `મર્દાની` રાની મુખર્જી હ્રદય કંપી ઉઠે એવી કહાની લઈને આવ્યાં છે, જેનું નામ છે `મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે` (Mrs.Chatterjee Vs Norway), વિદેશની સરકાર સામે પોતાના સંતાનો સામે લડતી માતાને જોઈ...

વીડિયોમાંથી સ્ક્રિનશોટ્

Mrs.Chatterjee Vs Norway Trailer: રાની મુખર્જી(Rani Mukerji) એક વાર ફરી જોરદાર કહાની લઈને મોટા પડદા પર પરત ફર્યા છે. બૉલિવૂડની `મર્દાની` હ્રદય કંપી ઉઠે એવી કહાની લઈને આવ્યાં છે, જેનું નામ છે `મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે` (Mrs.Chatterjee Vs Norway)આ ફિલ્મની કહાની એક મા પર આધારિત છે, જે દબાણપૂર્ણ છિનવાયેલા પોતાના બાળકોને પાછા મેળવવા સરકાર સામે એક લાંબી અને ઈમોશનલ લડાઈ લડે છે. આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે, જે આંખો ભીંજવી જાય એવું છે. 

ફિલ્મની કહાની એક બંગાળી પરિવારની છે, જે નોર્વેમાં રહેતો હોય છે. એ પરિવારમાં છે દેબીકા ચૅટરજી, જે બે સંતાનની માતા છે. દરેક માની જેમ દેબીકાને પણ પોતાના બાળકો ખુબ જ વ્હાલાં છે. તે તેનું ધ્યાન રાખે છે, તેમની જરૂરતો પુરી કરે છે. એક પરિવાર તરીકે સુખી જીવન જીવતી દેબીકાના ઘરે અચાનક ચાઈલ્ડ સર્વિસિજના અધિકારીઓ આવે છે અને તેના બાળકોને ઉપાડીને લઈ જાય છે. મિસિસ ચૅટરજી તેમની ગાડી પાછળ દોડે છે પરંતુ તે તેના બાળકોને છોડાવી શકતી નથી. અને પછી શરૂ થાય છે ખરાખરીનો ખેલ, દેબીકાની પોતાના સંતાનોને પરત લાવવાની જીદ્દ અને સરકારની લડાઈ વચ્ચે અનેક ટર્ન ટ્વિસ્ટ આવે છે. 

ટ્રેલરમાં તમે રાની મુખર્જીને મિસિસ ચૅટરજીના પાત્રમાં જોઈ શકો છો. બાળકો સાથે રમતા, જમતાં અને તેમને વ્હાલં કરવામાં તેમનું વાત્સલ્ય છલાકાય છે.  ચાઈલ્ડ સર્વિસિજ પાસેથી પોતાના બાળકોને છોડાવવા રાની જે રીતે ગાંડાની જેમ ગાડીની પાછળ ભાગતી જોવા મળે છે, ટ્રેલરનું તે દ્રશ્ય હ્રદય કંપાવી ઉઠે તેવું છે. રાનીની આંખોમાં ડર, દર્દ અને લાચારી જોવા મળે છે. ટ્રેલર જોઈ સ્પષ્ટ થાય છે કે રાની ફરીવાર કડક સ્ટોરી અને શાનદાર પર્ફોમન્સ માટે તૈયાર છે. 

આ પણ વાંચો:  જ્યારે પ્રિયંકા ચોપરાએ અભિષેકનો ફોન ચોરી રાની મુખર્જીને એવો મેસેજ કર્યો કે..

ફિલ્મ `મિસિસ ચૅટરજી વર્સસ નૉર્વે`ની કહાની સત્ય ઘટના પર આધારિત છે. આ ફિલ્મમાં રાની મુખર્જી સાથે એક્ટર  જિમ સરભ, નીના ગુપ્તા અને અનિર્બાન ભટ્ટાચાર્યનો અભિનય જોવા મળશે.  ફિલ્મનું ડિરેક્શન આશિમા છિબ્બરે કર્યુ છે અને નિર્માણ જી સ્ટુડિયો દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 17 માર્ચના રોજ સિનેમામાં રિલીઝ થશે. 

 

bollywood news entertainment news rani mukerji norway