Randeep Hooda Transformation: 18 કિલો વજન ઘટ્યું, માથેથી ઊડ્યા વાળ, હાડપિંજર રણદીપને જોઈ સૌ ચોંકયા

19 March, 2024 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Randeep Hooda Transformation: અભિનેતા રણદીપ હુડ્ડાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર મિરર સેલ્ફી શૅર કરી હતી. આ સેલ્ફીમાં તે એટલો બધો પાતળો દેખાઈ રહ્યો છે

રણદીપ હુડ્ડાની ફાઇલ તસવીર

બોલિવૂડ એક્ટર રણદીપ હુડ્ડા (Randeep Hooda Transformation) જાણીતો અભિનેતા છે. કોઈપણ ફિલ્મ હોય તે પોતાના કેરેક્ટર માટે ખૂબ જ મહેનત કરતો હોય છે એ જ કારણોસર તેણે ચાહકોનું દિલ જીતતો હોય છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં જ્યારે તેણે ફિલ્મ `સરબજીત` માટે પોતે એટલી મહેનત કરી હતી કે પોતે ભૂખ્યા રહીને પાતળા થવાનું નક્કી કર્યું હતું. અને તે સફળ પણ થયો હતો. હવે ફરી એકવાર તેણે `સ્વાતંત્ર્ય વીર સાવરકર` ફિલ્મ માટે આવું જ કૈંક ગતકડું કર્યું છે.

ક્યારે આવી રહી છે તેની આ ફિલ્મ?

તમને જણાવી દઈએ કે `સ્વાતંત્ર્ય વીર સાવરકર` વિનાયક દામોદર સાવરકરની બાયોપિક ફિલ્મ છે. જેઓ એક ક્રાંતિકારી, સમાજ સુધારક અને રાજકારણી હતા. જેનું પાત્ર રણદીપ હુડ્ડા ફિલ્મમાં ભજવી રહ્યો છે. આ ફિલ્મમાં રણદીપ હુડ્ડા અને અંકિતા લોખંડે ઉપરાંત અમિત સિયાલ સહિત ઘણા કલાકારો મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ 22 માર્ચ, 2024ના રોજ હિન્દી અને મરાઠી એમ બે ભાષામાં સિનેમાઘરોમાં રિલીઝ થશે. અભિનેતા રણદીપ હુડ્ડા પોતાની આ ફિલ્મથી ડાયરેક્શનની દુનિયામાં પણ મોટી એન્ટ્રી કરવા પણ કટિબદ્ધ (Randeep Hooda Transformation) થયો છે. તમને ખ્યાલ જ કે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યું છે. 

પોતાના શરીરનો હૂલિયો જ બદલી દીધો રણદીપે

અભિનેતા રણદીપ હુડ્ડાએ તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર મિરર સેલ્ફી શૅર કરી હતી. આ સેલ્ફીમાં તે એટલો બધો પાતળો દેખાઈ રહ્યો છે કે તેના હાડકા અને પાંસળી (Randeep Hooda Transformation) પણ સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેણે આ પોસ્ટ શૅર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે,  ‘કાલા પાની’ વળી તેણે ફિલ્મ `સ્વતંત્ર વીર સાવરકર`નો બચાવ કરતા લખ્યું હતું કે `આ ફિલ્મ પ્રોપેગેંડા નથી..`

આ રીતે ફીમ માટે રણદીપે કરેલું ટ્રાન્સફોર્મેશન (Randeep Hooda Transformation) જોઈને તેના ફેન્સ એકદમ આશ્ચર્યમાં મુકાયા છે. એક ફેને તો એવી ટિપ્પણી પં કરી દીધી હતી કે, `આને અભિનેતા કહેવાય.` તો બીજાએ લખ્યું, `શું વ્યક્તિ છે.` તે દરેક પાત્રમાં પોતાનો આત્મા નાખે છે. તો કોઇકે તો મજાક કરતાં લખ્યું હતું કે, `ભાઈ, નેશનલ એવોર્ડની તૈયારી કરો.` ક્રિશ્ચિયન બેલ એક પ્રખ્યાત હોલીવુડ અભિનેતા છે, જે ફિલ્મોમાં પોતાના પરિવર્તન માટે જાણીતા છે. ઘણાંએ તો હવે રણદીપ હુડ્ડાને આ રીતે જોઈ ક્રિશ્ચિયન બેલ સાથે જ સરખાવી દીધો છે.

આ સિવાય ઘણા ચાહકો તો રણદીપના સમર્પણ (Randeep Hooda Transformation)ની પણ પ્રશંસા કરવા લાગ્યા હતા. એક યુઝરે લખ્યું, `જરા આનું સમર્પણ તો જુઓ... તે અદ્ભુત છે.` અન્ય યુઝરે ટિપ્પણી કરી કે,  `તમે સરબજીત માટે પણ આવું જ કર્યું હતું` તમારા માટે ખૂબ આદર છે.’ એક વ્યક્તિએ ટિપ્પણી કરી કે, `કોઈએ તેમની પાસેથી પાત્રમાં જીવ કઈ રીતે રેડવો એ શીખવું જોઈએ.`

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news randeep hooda upcoming movie