રાઇટિંગ પર ફોકસ કરી રહ્યો છે રણદીપ હૂડા

31 January, 2023 04:00 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તે ઘોડેસવારી કરતી વખતે પડી ગયો હતો અને ઇન્જર્ડ થયો હતો

રણદીપ હૂડા

રણદીપ હૂડા હાલમાં રાઇટિંગ પર ફોકસ કરી રહ્યો છે. તે ઘોડેસવારી કરતી વખતે પડી ગયો હતો અને ઇન્જર્ડ થયો હતો. તે હાલમાં રિકવર થઈ રહ્યો છે. તે બેડ-રેસ્ટમાં હોવાથી રાઇટિંગ પ્રોસેસમાં પોતાનો સમય વિતાવી રહ્યો છે. આ વિશેનો ફોટો શૅર કરતાં રણદીપે કહ્યું હતું કે ‘હું એ વાતની ખાતરી આપી શકું છું કે તમારાં ઘૂંટણમાં ઈજા થઈ હોય ત્યારે તમે વધુ ક્રીએટિવ બનો છો. હું સ્ક્રીન પર રાઇટરનું પાત્ર ભજવી રહ્યો હોવાથી રિકવરી દરમ્યાન રાઇટિંગ કરવું મને નૅચરલ લાગે છે. સંપૂર્ણ આરામ કરવો મારા બસની વાત નથી. આથી મેં મારા સમયનો ઉપયોગ રાઇટિંગમાં કરવાનું નક્કી કર્યું છે. હું એટલું જરૂર કહીશ કે તમારી સામે કોરો કાગળ હોય અને હાથમાં પેન હોય એનાથી ડરામણું કંઈ નહીં હોય.’

entertainment news bollywood news bollywood gossips bollywood randeep hooda