ફુટબૉલ મૅચ એન્જૉય કરી આલિયા -રણબીરે

10 January, 2023 05:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રણબીર આ ટીમનો કો-ઓનર છે

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ

રણબીર કપૂર અને આલિયા ભટ્ટે સાથે બેસીને મુંબઈમાં ફુટબૉલ મૅચ એન્જૉય કરી હતી. એના ફોટો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા છે. આ બન્નેએ ‘મુંબઈ સિટી એફસી’ને સપોર્ટ કર્યો હતો. રણબીર આ ટીમનો કો-ઓનર છે. રણબીરે એ ટીમની જર્સી પહેરી હતી. આ બન્ને મુંબઈમાં સ્ટેડિયમમાં બેસીને ગેમ પર ચર્ચા કરતા પણ દેખાયા હતા. મૅચ પૂરી થયા બાદ બન્ને ફીલ્ડ પર હાથમાં હાથ નાખીને ચાલતા દેખાયાં હતાં. રણબીર ફુટબૉલનો જબરો ફૅન છે.

entertainment news indian super league mumbai fc bollywood news bollywood gossips bollywood ranbir kapoor alia bhatt