રામચરણ અને કિયારાની આગામી ફિલ્મનું નામ હશે ‘અધિકારી’?

28 May, 2022 01:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફિલ્મમાં રામચરણ આઇએએસ ઑફિસરના રોલમાં દેખાશે અને ફિલ્મની સ્ટોરીમાં રાજકારણ પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મને દિલ રાજુએ પ્રોડ્યુસ કરી છે. 

રામચરણ અને કિયારાની આગામી ફિલ્મનું નામ હશે ‘અધિકારી’?

રામચરણ અને કિયારા અડવાણીની આગામી ફિલ્મનું નામ ‘અધિકારી’ રાખવામાં આવશે એવી ચર્ચા ચાલી રહી છે. અગાઉ આ ફિલ્મનું કામચલાઉ ટાઇટલ ‘RC15’ રાખવામાં આવ્યું હતું. આ મોટા બજેટની ફિલ્મને શંકર ષણ્મુગમ ડિરેક્ટ કરી રહ્યો છે. મેકર્સને લાગે છે કે આ ટાઇટલ તમામ ભાષા માટે યોગ્ય રહેશે. ફિલ્મમાં રામચરણ આઇએએસ ઑફિસરના રોલમાં દેખાશે અને ફિલ્મની સ્ટોરીમાં રાજકારણ પર પ્રકાશ પાડવામાં આવશે. આ ફિલ્મને દિલ રાજુએ પ્રોડ્યુસ કરી છે. 

bollywood news bollywood bollywood gossips entertainment news ram charan kiara advani