રાજકુમાર રાવે પત્રલેખાને કહ્યું થોડું સિંદુર તું પણ મને લગાવી દે..જુઓ શું થયું પછી

22 November, 2021 06:50 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

બૉલિવૂડના મોસ્ટ રોમેન્ટિક કપલ રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાની મેરીડ લાઈફની સુંદર શરૂઆત કરી દીધી છે.  

તસવીરઃ રાજકુમાર રાવ ઈન્સ્ટાગ્રામ

બૉલિવૂડના મોસ્ટ રોમેન્ટિક કપલ રાજકુમાર રાવ અને પત્રલેખાએ પોતાની મેરીડ લાઈફની સુંદર શરૂઆત કરી દીધી છે.  બંને સ્ટાર્સે 15 નવેમ્બરે ચંડીગઢમાં ગ્રાન્ડ વેડિંગ કરી હંમેશા માટે એકબીજાનો હાથ થામી લીધો છે.  રાજકુમાર રાવ અને પત્રલેખાના રૉયલ વેડિંગનો હોંગઓવર ફેન્સના મગજમાંથી હજી ઉતર્યો નથી, આની વચ્ચે અભિનેતાએ પોતાના લગ્નનો એક ઈનસાઈડ વીડિયો શેર કર્યો છે. જેને ફેન્સ દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે. 

રાજકુમાર અને પત્રલેખાના લગ્નનો ઈનસાઈડ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ છવાયો છે.  વીડિયોમાં બંનેનીસુંદર કેમેસ્ટ્રી જોઈ ફેન્સ તેમના પર પ્રેમનો વરસાદ કરી રહ્યાં છે. રાજકુમાર રાવે પોતાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પત્રલેખા સંગ પોતાની વેડિંગનો મોસ્ટ સ્પેશિયલ વીડિયો શેર કર્યો છે, જે વીડિયો ફેન્સની દિલ જીતી રહ્યો છે.  

વીડિયોની શરૂઆત પત્રલેખાના ભાવભર્યા સંદેશાથી શરૂ થાય છે, જેમાં તે રાજકુમાર સાથેના પોતાના 11 વર્ષના રિલેશનને યાદી કરી હરખાતી દેખાઈ છે. ત્યાર બાદ રાજકુમાર રાવ પણ પત્રલેખા તેની જીવનસાથી બનવાથી રોમેન્ટિક અંદાજમાં તેણીનો આભાર વ્યક્ત કરે છે. 

આ ઉપરાંત વીડિયોમાં બંનેનો એકબીજા પ્રત્યેનો અપાર પ્રેમ જોવા મળે છે. રાજકુમાર રાવ અને પત્રલેખાના સાત ફેરાથી લઈ વરમાળા અને સિંદુર સહિતની ખાસ પળોને બતાવવામાં આવી છે.  પરંતુ આ વીડિયોની જે ખાસ પળ વીડિયોના એન્ડિંગમાં બતાવવામાં આવી છે, જે સીધી દિલને સ્પર્શી જાય તેવી છે. 

વીડિયોના અંતમાં તમે જોઈ શકો છો કે રાજકુમાર રાવ તેની લેડી લવ પત્રલેખાની માંગમાં સિંદૂર ભરીને લગ્નની વિધિઓ પૂરી કર્યા બાદ તે તેમની માંગમાં પત્રલેખાને સિંદૂર લગાવવાનું કહે છે અને પછી પત્રલેખા પણ હસીને રાજકુમાર રાવની માંગમાં સિંદૂર લગાવે છે. રાજકુમાર અને પત્રલેખાના લગ્નની આ પ્રેમાળ ક્ષણ પોતાનામાં ખૂબ જ ખાસ છે.

bollywood news entertainment news rajkummar rao patralekha