રાજકુમાર રાવ હવે કહેશે, ‘મોનિકા... ઓ માય ડાર્લિંગ’

19 March, 2021 03:25 PM IST  |  Mumbai | Nirali Dave

નેટફ્લિક્સની ફિલ્મ ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’માં રાજકુમાર અને હુમા કુરેશી પહેલી વખત સ્ક્રીન શૅર કરશે

રાજકુમાર રાવ, હુમા કુરેશી

જૂનાં ગીતો પરથી ‘જવાની જાનેમન’, ‘હસીન દિલરૂબા’, ‘આપકે કમરે મેં કોઈ રહેતા હૈ’ જેવી વેબ-સિરીઝ કે ફિલ્મોનાં ટાઇટલ બની ચૂક્યાં છે ત્યારે નેટફ્લિક્સની આગામી વેબ-ફિલ્મનું શીર્ષક પણ આર. ડી. બર્મનના ગીતથી પ્રેરિત છે. ડિજિટલ પ્લૅટફૉર્મ નેટફ્લિક્સ માટે ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’ નામની કૉમેડી કૅપર (હ્યુમરસ ઍડ્વેન્ચર) જોનરની ફિલ્મ બની રહી છે જેમાં રાજકુમાર રાવ અને હુમા કુરેશીની જોડી જોવા મળશે.

રાજકુમાર અને હુમા કુરેશી અગાઉ ‘ગૅન્ગ્સ ઑફ વાસેપુર’માં અભિનય કરી ચૂક્યાં છે પણ સાથે સ્ક્રીન શૅર નથી કરી એટલે ‘મોનિકા ઓ માય ડાર્લિંગ’માં તેઓ પહેલી વખત સાથે દેખાશે. એપ્રિલથી ફ્લોર પર જનારી આ ફિલ્મને ‘મર્દ કો દર્દ નહીં હોતા’ ફેમ ડિરેક્ટર વાસન બાલા

ડિરેક્ટ કરવાના છે, તો ‘અંધાધૂન’ ફેમ શ્રીરામ રાઘવન આ વેબ-ફિલ્મ પ્રોડ્યુસ કરે એવી શક્યતા છે. ‘લુડો’ અને ‘ધ વાઇટ ટાઇગર’ બાદ રાજકુમાર ત્રીજી વખત નેટફ્લિક્સની ફિલ્મમાં જોવા મળશે. તો હુમા કુરેશી આ પ્લૅટફૉર્મ પર ‘લૈલા’ નામની સિરીઝ કરી ચૂકી છે.

EntertainmentNews Entertainment bollywood news bollywood rajkummar rao huma qureshi netflix