રાજકુમાર રાવ અને અપારશક્તિ ખુરાના માર્ચમાં સ્ત્રી 2નું શૂટિંગ કરશે શરૂ

15 December, 2022 06:25 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ભેડિયામાં લાસ્ટ ક્રેડિટ દ્રશ્ય જેમાં રાજકુમાર રાવ (વિક્કી) અને અપારશક્તિ ખુરાના (બિટ્ટૂ)ને બતાવવામાં આવે છે, આ એક સ્પષ્ટ સંકેત છે કે સ્ત્રી 2 ટૂંક સમયમાં જ શરૂ થશે. 2018ની ફિલ્મ સ્ત્રીની ઓરિજિનલ સ્ટાર કાસ્ટ માર્ચ 2023થી શૂટ કરવા માટે તૈયાર થઈ જશે.

રાજકુમાર રાવ અને અપારશક્તિ ખુરાના

દર્શકોને ભેડિયાના (Bhedia) મિડ ક્રેડિટ સીનમાં (Mid-Credit Scene) સ્ત્રી 2 ના (Stree 2) આગમનના સંકેત આપ્યા બાદ, રાજકુમાર રાવ (Rajkummar Rao), અપારશક્તિ ખુરાના (Aparshakti Khurana) અને અભિષેક બેનર્જી (Abhishek Bennerjee) માર્ચ 2023માં (March 2023) સ્ત્રી 2નું (Stree 2) શૂટિંગ  (Shooting) શરૂ કરશે તેવા સમાચાર છે. પ્રૉડક્શન હાઉસમાંથી એક સૂત્રએ પુષ્ઠિ કરી છે કે અપારશક્તિ સ્ત્રીના (Stree) ઓરિજિનલ કલાકારોની સાથે માર્ચમાં શૂટિંગ શરૂ કરશે, જેનું શૂટ 4 શહેરોમાં થશે.

સૂત્રોનું કહેવું છે કે, "ભેડિયામાં લાસ્ટ ક્રેડિટ દ્રશ્ય જેમાં રાજકુમાર રાવ (વિક્કી) અને અપારશક્તિ ખુરાના (બિટ્ટૂ)ને બતાવવામાં આવે છે, આ એક સ્પષ્ટ સંકેત છે કે સ્ત્રી 2 ટૂંક સમયમાં જ શરૂ થશે. 2018ની ફિલ્મ સ્ત્રીની ઓરિજિનલ સ્ટાર કાસ્ટ માર્ચ 2023થી શૂટ કરવા માટે તૈયાર થઈ જશે. અહીં કેટલાક વિચિત્ર અને રસપ્રદ સંવાદોની આશા રાખી શકીએ છીએ. હાલના બધા કલાકાર અન્ય પ્રૉજેક્ટ્સમાં વ્યસ્ત છે અને ફિલ્મનું પ્રી પ્રૉડક્શન શરૂ થઈ ગયું છે."

આ પણ વાંચો : લીડ રોલ્સ પર ધ્યાન આપવાનો સમય આવી ગયો છે : અપારશક્તિ ખુરાના

2018ની ફિલ્મ સ્ત્રીમાં, અપારશક્તિ ખુરાનાએ બિટ્ટૂનું પાત્ર ભજવ્યું છે, જે રાજકુમારના પાત્ર વિક્કીનો મિત્ર છે. ફિલ્મ લેખક-નિર્દેશક-નિર્માતા જોડી રાજ નિદિમોરુ અને કૃષ્ણા ડીકે દ્વારા લેખિત એક હૉરર કૉમેડી છે, જેને રાજ એન્ડ ડીકેના નામે ઓળખવામાં આવે છે. સ્ત્રીમાં પોતાની ભૂમિકા માટે અપારશક્તિનું નોમિનેશન અભિનેતા માટે બેસ્ટ સપૉર્ટિવ એક્ટર માટે થયું હતું.

bollywood news bollywood bollywood gossips entertainment news rajkummar rao aparshakti khurana