12 October, 2025 07:48 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent
સાઉથ સુપરસ્ટાર રજનીકાન્ત આધ્યાત્મિક યાત્રાએ નીકળી પડ્યા છે.
સાઉથ સુપરસ્ટાર રજનીકાન્ત આધ્યાત્મિક યાત્રાએ નીકળી પડ્યા છે. આ યાત્રા દરમ્યાન તેમણે બદ્દરીનાથ અને કર્ણપ્રયાગ સહિત અનેક દેવસ્થાનોમાં દર્શન કર્યાં તેમ જ આશ્રમોની મુલાકાત લીધી છે. ગઈ કાલે તેમણે અલ્મોરાના દ્વારહાટમાં આવેલી મહાવતાર બાબાની ગુફાની મુલાકાત પણ લીધી હતી. આ ગુફા સુધી પહોંચવા ૭૪ વર્ષના રજનીકાન્તે હાથમાં લાકડી લઈને દોઢેક કિલોમીટર જેટલું ચડાણ ચડવાનું કષ્ટ લીધું હતું. આ ગુફા ખાતે પહોંચ્યા પછી રજનીકાન્ત આધ્યાત્મિક ચર્ચા માટે સંતો સાથે બેઠા અને તેમના આશીર્વાદ મેળવ્યા. તેમણે આધ્યાત્મિક શાંતિ માટે ધ્યાન અને યોગનો પણ અભ્યાસ કર્યો.