20 July, 2025 06:59 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જેનેલિયા દેશમુખ અને એસ. એસ. રાજામૌલી
‘સિતારે ઝમીન પર’થી હિન્દી ફિલ્મોમાં કમબૅક કરનારી જેનેલિયા દેશમુખે ગઈ કાલે ‘જુનિયર’ નામની ફિલ્મ દ્વારા તેલુગુ ઇન્ડસ્ટ્રીમાં પણ કમબૅક કર્યું છે. આ ફિલ્મમાં જેનેલિયા સાથે શ્રીલીલા અને કીર્તિ રેડ્ડી પણ છે.
‘જુનિયર’ની એક પ્રી-રિલીઝ ઇવેન્ટમાં જેનેલિયાને જોઈને ‘બાહુબલી’ અને ‘RRR’ જેવી ફિલ્મોના સર્જક એસ. એસ. રાજામૌલી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. રાજામૌલી સાથે જેનેલિયાએ ૨૦૦૪માં એક તેલુગુ ફિલ્મમાં કામ કર્યું હતું એટલે બન્ને વચ્ચે સારી દોસ્તી છે. જેનેલિયાને જોઈને રાજામૌલી બોલી ઊઠ્યા હતા કે સમયની તારા પર કોઈ અસર નથી થઈ, કેટલાં વર્ષો વીતી ગયાં હોવા છતાં તું એવી ને એવી જ છે - એવી જ બ્યુટી, એવી જ જાજરમાન.’
એસ.એસ. રાજામૌલીના મોઢે આવાં વખાણ સાંભળીને જેનેલિયા સ્વાભાવિકપણે જ ખુશ થઈ ગઈ હતી.