20 November, 2026 11:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રિયંકા ચોપડા અને તેની દીકરી
પ્રિયંકા ચોપડાએ તાજેતરમાં પોતાની દીકરી માલતી મારી સાથેનો એક ખૂબ જ ક્યુટ વિડિયો શૅર કર્યો છે. પ્રિયંકાએ ફૅમિલી-વેકેશનની ઘણી તસવીરો સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી છે જેમાંથી એક વિડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. આ વિડિયોમાં પ્રિયંકા પોતાની દીકરી માલતીને ખોળામાં લઈને બેઠી છે અને બન્ને પ્રાર્થના કરતાં જોવા મળે છે. આ સમયે બારી તરફ જોતાં માલતી ગાયત્રી મંત્રનું પઠન કરે છે. મંત્ર પૂરો થતાં જ પ્રિયંકા ખુશ થઈને તેને શાબાશી આપે છે.