દીપિકાને હેલ્થને લઈને શૂટિંગ પોસ્ટપોન કરાવ્યું પ્રભાસે

18 June, 2022 02:36 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. દીપિકાને આરામ મળી રહે એ માટે પ્રભાસે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને વિનંતી કરીને શૂટિંગ પોસ્ટપોન કરાવી દીધું છે.

પ્રભાસ

પ્રભાસે હાલમાં જ દીપિકા પાદુકોણની હેલ્થને લઈને ‘પ્રોજેક્ટ કે’નું શૂટિંગ પોસ્ટપોન કરાવ્યું છે. આ ફિલ્મમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ કામ કરી રહ્યા છે. દીપિકાને હાલમાં જ બેચેની જેવું થઈ રહ્યું હતું અને તેના હાર્ટ રેટ અચાનક વધી જતાં તે હૉસ્પિટલમાં ચેકઅપ માટે પહોંચી ગઈ હતી. ચેકઅપ બાદ તે ફરી સેટ પર પહોંચી હતી. જોકે હવે તેની હેલ્થને ધ્યાનમાં રાખીને પ્રભાસે શૂટિંગ જ પોસ્ટપોન કરાવી દીધું છે. આ ફિલ્મને નાગ અશ્વિન દ્વારા ડિરેક્ટ કરવામાં આવી રહી છે. દીપિકાને આરામ મળી રહે એ માટે પ્રભાસે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને વિનંતી કરીને શૂટિંગ પોસ્ટપોન કરાવી દીધું છે.

bollywood news bollywood bollywood gossips entertainment news deepika padukone prabhas