અક્ષય કુમાર અને અજય દેવગન સાથે પ્રભાસની ફૌજીની ટક્કર થશે

17 July, 2026 03:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રભાસની ‘ફૌજી’નો ફર્સ્ટ લુક જાહેર કરાયો અને રિલીઝ-તારીખની પણ જાહેરાત કરાઇ. ‘ફૌજી’ વિશ્વભરમાં ૨૦૨૬ની ત્રીજી ડિસેમ્બરે રિલીઝ થશે.’ બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મની ટક્કર અક્ષય કુમારની ફિલ્મ અને અજય દેવગનની ફિલ્મ ‘રેન્જર’ સાથે થશે.

અક્ષય કુમાર અને અજય દેવગન સાથે પ્રભાસની ફૌજીની ટક્કર થશે

ગઈ કાલે પ્રભાસની ‘ફૌજી’નો ફર્સ્ટ લુક જાહેર કરવામાં આવ્યો હતો અને એની સાથે-સાથે રિલીઝ-તારીખની પણ જાહેરાત કરવામાં આવી છે. ફિલ્મના પોસ્ટરમાં પ્રભાસ લોહીલુહાણ હાલતમાં એક ખડક પર બેઠેલો જોવા મળે છે. તેની આસપાસ મૃતદેહો પડેલા છે અને તેના હાથમાં બંદૂક જોવા મળે છે. ફિલ્મના પોસ્ટર પર ‘અ બટાલિયન હૂ ફાઇટ્સ અલોન’ ટૅગલાઇન લખવામાં આવી છે જે દર્શાવે છે કે ફિલ્મમાં જબરદસ્ત ઍક્શન, બલિદાન અને બળવાની કહાની જોવા મળશે. આ પોસ્ટર શૅર કરતાં નિર્માતાઓએ કૅપ્શનમાં લખ્યું છે, ‘અજ્ઞાતપર્વનો અંત... બળવાની શરૂઆત. ‘ફૌજી’ વિશ્વભરમાં ૨૦૨૬ની ત્રીજી ડિસેમ્બરે ભવ્ય સ્તરે રિલીઝ થશે.’ બૉક્સ-ઑફિસ પર આ ફિલ્મની ટક્કર ચોથી ડિસેમ્બરે રિલીઝ થનારી અક્ષય કુમાર અને વિદ્યા બાલનની ફિલ્મ સાથે તેમ જ અજય દેવગનની ફિલ્મ ‘રેન્જર’ સાથે થશે. ‘ફૌજી’ની કહાની ભારતની આઝાદી પહેલાંના સમયગાળાની પૃષ્ઠભૂમિ પર આધારિત હોવાનું કહેવાય છે. ફિલ્મમાં ઇતિહાસ, દેશભક્તિ, રોમૅન્સ અને ઍક્શનનો સમન્વય જોવા મળશે.

prabhas akshay kumar ajay devgn vidya balan upcoming movie indian films entertainment news bollywood news bollywood controversies bollywood gossips bollywood buzz bollywood events bollywood