ફિલ્મ પ્રમોશન ઈવેન્ટમાં પ્રભાસે કહ્યું કે રશ્મિકા મંદાના આવી હીરોઈન છે

04 August, 2022 05:38 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

દુલકર સલમાન(Dulquer Salmaan), મૃણાલ ઠાકુર(Mrunal Thakur)અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ `સીતા રામમ` રિલીઝ થવાની તૈયારીમાં છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

પ્રભાસ અને રશ્મિકા મંદાના

પુષ્પા ફિલ્મ બાદ અભિનેત્રી રશ્મિકા મંદાના ચોતરફ છવાયેલી છે. ત્યારે હવે પ્રભાસ પણ રશ્મિકાના કાયલ થયા છે.  દુલકર સલમાન(Dulquer Salmaan), મૃણાલ ઠાકુર(Mrunal Thakur)અને રશ્મિકા મંદાના સ્ટારર ફિલ્મ `સીતા રામમ` રિલીઝ થવાની તૈયારીમાં છે. ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ દિવસોમાં ફિલ્મના સ્ટાર્સ પ્રમોશનમાં વ્યસ્ત છે. આ કડીમાં નિર્માતાઓએ ફિલ્મની રિલીઝ પહેલા એક પ્રમોશનલ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. અભિનેતા પ્રભાસે પણ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી. પ્રભાસે દર્શકોને સિનેમા હોલમાં ફિલ્મ જોવાની વિનંતી કરી.

રશ્મિકા મોસ્ટ વોન્ટેડ હિરોઈન છે
ઈવેન્ટ દરમિયાન પ્રભાસે ફિલ્મમાં રશ્મિકા અને દુલકર સલમાનની પ્રશંસા કરી હતી. પ્રભાસે દર્શકોને અપીલ કરી હતી કે તમારે આ ફિલ્મ જોવા માટે થિયેટરોમાં જવું જ જોઈએ કારણ કે મોસ્ટ વોન્ટેડ હીરોઈન રશ્મિકા મંદાના આ ફિલ્મમાં છે.

સિનેમા અમારા માટે મંદિર છેઃ પ્રભાસ
પ્રભાસે વધુમાં કહ્યું કે કેટલીક ફિલ્મો માત્ર થિયેટરોમાં જોવા માટે જ બને છે. મેં `સીતા રામમ`નું ટ્રેલર જોયું છે. આ ફિલ્મ માટે મેકર્સે ઘણી મહેનત કરી છે. ફિલ્મનું શૂટિંગ કાશ્મીર અને રશિયા જેવા લોકેશન પર કરવામાં આવ્યું છે. મેકર્સે આમાં મોટું બજેટ ખર્ચ્યું છે. પ્રભાસ એક ઉદાહરણ આપીને સમજાવે છે કે શું તમે મંદિર જવાનું બંધ કરો છો કારણ કે ભગવાન ઘરમાં છે. એવી જ રીતે સિનેમા હોલનું મંદિર આપણા માટે છે. આપણે બધાએ થિયેટરોમાં જઈને આ ફિલ્મ જોવી જોઈએ.

રશ્મિકા બોલીવુડમાં ડેબ્યુ કરી રહી છે
રશ્મિકાના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રી `સિદ્ધાર્થ મલ્હોત્રા`ની સાથે `મિશન મંજુ` દ્વારા બોલિવૂડમાં ડેબ્યૂ કરી રહી છે. આ સિવાય તે રણબીર કપૂર સાથે ફિલ્મ `એનિમલ`નું શૂટિંગ પણ કરી રહી છે. એનિમલમાં અનિલ કપૂર અને બોબી દેઓલ પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મ 11 ઓગસ્ટ 2023ના રોજ રિલીઝ થશે.

આ સ્ટાર્સ ફિલ્મમાં જોવા મળશે
હનુ રાઘવપુડી દ્વારા દિગ્દર્શિત, `સીતા રામમ`નું નિર્માણ અશ્વિની દત્ત દ્વારા સ્વપ્ન સિનેમા બેનર હેઠળ કરવામાં આવ્યું છે અને વૈજયંતી મૂવીઝ દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું છે. `સીતા રામમ`માં સલમાન દુલકર ઉપરાંત રશ્મિકા મંદાના, મૃણાલ ઠાકુર લીડ રોલમાં છે. તો સાથે જ સુમંત, ગૌતમ વાસુદેવ મેનન, ભૂમિકા ચાવલા અને ધરુણ ભાસ્કર વગેરે પણ મહત્વની ભૂમિકામાં જોવા મળવાના છે. આ ફિલ્મ 5 ઓગસ્ટ 2022ના રોજ તમિલ, તેલુગુ, મલયાલમ સહિત હિન્દીમાં રિલીઝ થશે.

 

bollywood news prabhas mrunal thakur