બિગ બી સાથે કામ કરવાનું સપનું પૂરું કર્યું પૂજાએ

25 November, 2021 03:59 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

પૂજા હેગડેએ તેનું અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સપનું પૂરું કર્યું છે.

બિગ બી સાથે કામ કરવાનું સપનું પૂરું કર્યું પૂજાએ

પૂજા હેગડેએ તેનું અમિતાભ બચ્ચન સાથે કામ કરવાનું સપનું પૂરું કર્યું છે. પૂજાએ તેના સોશ્યલ મીડિયા પર બિગ બી સાથેનો ફોટો શૅર કરીને તેનું સપનું પૂરું થયું એ વિશે તેના ચાહકોને જણાવ્યું હતું. 
આ ફોટોમાં અમિતાભ બચ્ચન અલગ જ રૂપમાં જોવા મળી રહ્યા છે અને પૂજા હસતી જોવા મળી રહી છે. જોકે ફોટો પરથી આ એક ઍડ ફિલ્મનું શૂટિંગ લાગી રહ્યું છે. આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પૂજાએ કૅપ્શન આપી હતી કે ‘આ વ્યક્તિ. લેજન્ડ. તેમની સાથે શૂટિંગ કરવું સપનું પૂરું થવા બરાબર છે. મારા ડ્રીમ લિસ્ટમાં આ ટિક માર્ક થઈ ગયો છે. ઘણુંબધું કહી દીધું છે. વધુ માહિતી માટે રાહ જુઓ.’

bollywood news pooja hegde amitabh bachchan