રિયલ પર્સનનું પાત્ર ભજવવું હંમેશાં ચૅલેન્જિંગ હોય છે: કિયારા અડવાણી

29 July, 2021 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘શેરશાહ’માં તે ડિમ્પલ ચીમાનું પાત્ર ભજવી રહી છે

કિયારા અડવાણી

કિયારા અડવાણીનું કહેવું છે કે રિયલ પર્સનનું પાત્ર ભજવવું ખૂબ જ ચૅલેન્જિંગ હોય છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની ‘શેરશાહ’માં તે ડિમ્પલ ચીમાનું પાત્ર ભજવી રહી છે. તે ફિલ્મમાં કૅપ્ટન વિક્રમ બત્રાની ફિઓન્સેનું પાત્ર ભજવી રહી છે. આ વિશે વાત કરતાં કિયારાએ કહ્યું હતું કે ‘ઍક્ટર્સ તરીકે પાત્રો સાથે કેવી રીતે અલગ થવું એ અમે શીખી જઈએ છીએ. કેટલીક વાર એવું લાગે છે કે અમે સ્પ્લિટ પર્સનાલિટીમાં જીવીએ છીએ. અમે ઘણાં પાત્રો ભજવીએ છીએ અને એને પર્સનલ લાઇફથી કેવી રીતે દૂર રાખવું એ અમે શીખી જઈએ છીએ. આવું જ એક પાત્ર ડિમ્પલ ચીમાનું છે. ડિમ્પલની સાથે મેં મુલાકાત કરી હતી. તેની સાથેની મુલાકાત બાદ કૅપ્ટન વિક્રમ બત્રા સાથેની લવ સ્ટોરીને હું સમજી શકી હતી. વિક્રમ બત્રા સાથેની તેની લાઇફને સ્ક્રીન પર રજૂ કરવાની મેં કોશિશ કરી છે. રિયલ લાઇફ અને રિયલ લાઇફ સ્ટોરીને સ્ક્રીન પર રજૂ કરવું ખૂબ જ ચૅલેન્જિંગ હોય છે અને ફિલ્મમાં કામ કરતી વખતે અમારે સતત એ દિમાગમાં રાખવું પડે છે. ઘણી વાર નર્વસનેસ પણ હોય છે, પરંતુ સન્માનની લાગણી પણ અનુભવાય છે.’

entertainment news bollywood bollywood news upcoming movie kiara advani