સવારે મોડા જાગવા બદલ લોકોએ અમિતાભ બચ્ચનને ટ્રોલ કર્યા, બિગ બીએ આપ્યો જડબાતોડ જવાબ

16 May, 2022 07:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

રવિવારે, અમિતાભ બચ્ચને લગભગ 11.30 વાગ્યે ચાહકોને શુભ સવારની શુભેચ્છા પાઠવી હતી

ફાઇલ તસવીર

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન એવા કલાકારોમાંથી એક છે જે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે ઘણીવાર ખાસ તસવીરો અને વીડિયો શેર કરે છે. અમિતાભ બચ્ચનને તેમની સોશિયલ મીડિયા પોસ્ટના કારણે ઘણી વખત ટ્રોલ થવું પડ્યું છે.

જોકે, બિગ બી તેમને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપે છે. આવું જ કંઈક ફરી એકવાર અમિતાભ બચ્ચન સાથે થયું છે. હકીકતમાં, પીઢ કલાકારો તેમના ચાહકોને જાણવા માટે સોશિયલ મીડિયા પર ગુડ મોર્નિંગ સાથે દિવસની શરૂઆત કરે છે. રવિવારે, અમિતાભ બચ્ચને લગભગ 11.30 વાગ્યે ચાહકોને શુભ સવારની શુભેચ્છા પાઠવી હતી, જે બાદ કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. જોકે, અમિતાભ બચ્ચને ટ્રોલ કરનારાઓને જડબાતોડ જવાબ આપ્યો અને બોલતી બંધ કરી દીધી હતી.

તેણે પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર લખ્યું કે “શુભ સવાર!” જ્યારે ચાહકોએ તેમની પોસ્ટ પર ટિપ્પણી કરી અને તેમના વખાણ કર્યા, તો કેટલાકે તેમને જોરદાર ટ્રોલ કર્યા હતા. એક સોશિયલ મીડિયા યુઝરે અમિતાભ બચ્ચનને ગુડ મોર્નિંગની મોડેથી શુભેચ્છા પાઠવવા બદલ ટ્રોલ કર્યા અને લખ્યું “આ મહાનાલયક જી કઈ સવાર છે.” વ્યક્તિની ટિપ્પણીનો જવાબ આપત અભિનેતાએ લખ્યું કે “આખી રાત કામ કર્યું, પછી મોડો ઊઠયો, લાયક જી.”

બીજી તરફ તેમની પોસ્ટ પર કોમેન્ટ કરતાં અન્ય એક વ્યક્તિએ લખ્યું કે “શું તમને નથી લાગતું કે તમે ખૂબ જ જલ્દી સવારે 11.29 વાગ્યે ગુડ મોર્નિંગની શુભેચ્છાઓ આપી.” અમિતાભ બચ્ચને તેના જવાબમાં લખ્યું “કટાક્ષ માટે આભાર, પરંતુ હું મોડી રાત સુધી કામ કરતો હતો. આજે સવારે જ શૂટિંગ પૂરું થયું, જાગવામાં ઘણો સમય લાગ્યો, તેથી મેં જાગવાની સાથે જ મારી શુભેચ્છાઓ પાઠવી. જો મેં તમને તકલીફ આપી હોય તો હું માફી માગુ છું.”

entertainment news bollywood news amitabh bachchan