પારિવારિક પરિણીતી

12 October, 2021 03:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સૂરજ બડજાત્યાની ‘ઊંચાઈ’માં તે હવે જોવા મળશે

પરિણીતી ચોપડા સૂરજ બડજાત્યા સાથે

પરિણીતી ચોપડા હવે સૂરજ બડજાત્યાની ‘ઊંચાઈ’માં જોવા મળવાની છે. આ ફિલ્મમાં તેની સાથે અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, બમન ઈરાની, ડૅની, નીના ગુપ્તા અને સારિકા પણ લીડ રોલમાં દેખાશે. આ ફિલ્મ ચાર જૂના મિત્રોની સ્ટોરી દેખાડશે. સૂરજ બડજાત્યા સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પરિણીતીએ કૅપ્શન આપી હતી કે ‘સૂરજ બડજાત્યા સરના આદર્શ સિનેમૅટિક યુનિવર્સ સાથે જોડાવા માટે હું ખૂબ જ ઉત્સાહિત અને સન્માનિત અનુભવી રહી છું. સૂરજ સરે ભારતીય પરિવારિક મનોરંજન પર પ્રકાશ પાડીને એની વ્યાખ્યા આપી છે. તેમના માર્ગદર્શન હેઠળ અને અદ્ભુત કલાકારો સાથે કામ કરવા માટે હું આતુર છું. મિસ્ટર અમિતાભ બચ્ચન, હૅપી બર્થ-ડે સર. મારા માટે તમારી સાથે કામ કરવા માટે સ્પેશ્યલ દિવસ અને સ્પેશ્યલ ક્ષણ છે. ખાસ કરીને અનુપમ સર, બમન ઈરાની અને નીના મૅમ સાથે ફરીથી કામ કરવા માટે પણ ઉત્સાહિત છું. પહેલી વખત સારિકા મૅમ અને ડૅની સર સાથે કામ કરી રહી છું. ચાલો ‘ઊંચાઈ’ની જર્નીની શરૂઆત કરીએ.’ 

entertainment news bollywood bollywood news parineeti chopra sooraj barjatya upcoming movie