કેસરીની સફળતાથી ખુશ છે પરિણીતી ચોપડા

31 March, 2019 11:33 AM IST  | 

કેસરીની સફળતાથી ખુશ છે પરિણીતી ચોપડા

પરિણીતિ ચોપરા

‘કેસરી’ની સો કરોડની ક્લબમાં એન્ટ્રી થવાથી પરિણીતી ચોપડા ખૂબ જ ખુશ છે. આ ફિલ્મમાં પરિણીતીએ નાનકડું પાત્ર ભજવ્યું હતું. અક્ષયકુમાર અને ફિલ્મની સફળતાની પ્રશંસા કરતાં પરિણીતીએ કહ્યું હતું કે ‘અક્ષય સર ખૂબ જ વિનમ્ર સુપર સ્ટાર છે. તેઓ જવાબદાર વ્યક્તિની સાથે જ સેટ પર પોતાના કામ પ્રતિ પણ ખૂબ જ સમર્પિત છે સાથે જ શૂટિંગ ન કરતા હોય ત્યારે તેઓ રમતિયાળ અને ફન લવિંગ હોય છે. ફિલ્મ માટે પૂરી ટીમે અથાક મહેનત કરી છે. ૫૦૦ કરોડ તો માત્ર ચાહકોનો પ્રેમ અને પ્રશંસા મળી છે જેમાં આ ૧૦૦ કરોડ રૂપિયાનો પણ ઉમેરો થઈ ગયો છે. અક્ષય સર મારા ફેવરિટ કો-સ્ટાર છે. તેમના વિશે વર્ણન કરવું અશક્ય છે સાથે જ તેઓ નમ્ર પણ છે.’

આ પણ વાંચોઃ એક્ટિંગ જ નહીં, ફેશન અને સ્ટાઈલમાં પણ નંબર વન છે આલિયા ભટ્ટ

‘કેસરી’માં પોતાનું પાત્ર નાનું હોવા છતાં પણ આ ફિલ્મ માટે હા પાડી એ વિશે પરિણીતીએ કહ્યું હતું કે ‘અક્ષયકુમારના પાત્ર અને યુદ્ધ પર આધારિત ‘કેસરી’ હોવા છતાં પણ તેઓ હંમેશાં મને એમ જ કહેતા હતા કે લોકો તારી ભૂમિકાની પણ પ્રશંસા કરશે. હું હંમેશાં એમ જ વિચારતી હતી કે તેઓ ખૂબ જ ઉદાર અને મારા પ્રતિ દયાળુ છે. તેમનું માનવું પણ ખરું સાબિત થયું. હું ખૂબ જ ખુશ છું કે મેં આ ફિલ્મ કરી. ફિલ્મમાં હું નાનકડી ભૂમિકામાં છું જે મેં માત્ર ફન માટે કરી હતી, પરંતુ એ એક પ્રોજેક્ટ બની ગયો. હું જે કલાકાર બનવા માગતી હતી એણે મને એ ઍક્ટર બનવામાં મદદ કરી હતી.’

parineeti chopra akshay kumar bollywood news