‘તૂફાન’નો સીધો લાભ મળ્યો છે પરેશ રાવલને

22 July, 2021 12:08 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટરને રોજ વેબ સિરીઝ માટે બે ઑફર આવે છે

પરેશ રાવલ

ઍમેઝૉન પ્રાઇમની ફિલ્મ ‘તૂફાન’નો જો કોઈને સૌથી વધુ લાભ થયો હોય તો એ ઍક્ટર પરેશ રાવલ છે. ફરહાન અખ્તરના કોચ નાનાનું કૅરૅક્ટર કરનારા પરેશભાઈની ઍક્ટ‌િંગનાં ખૂબ વખાણ થતાં જોઈને અત્યારે એવી પરિસ્થિતિ આવી છે કે ઍક્ટરને ઑલમોસ્ટ દરરોજ વેબ સિરીઝ માટે બે ઑફર આવે છે. જોકે પરેશ રાવલ આ બાબતમાં જબરદસ્ત ચૂઝી છે અને એટલે જ તેમણે હજી સુધી કશું નવું સાઇન કર્યું નથી. મજાની વાત એ છે કે પરેશ રાવલે આજ સુધી એક પણ વેબ સિરીઝ સાઇન કરી નથી.

પરેશ રાવલે સોની લિવ માટે એક ફિલ્મ બનાવવા સિવાય ડિજિટલ મીડિયા પર કશું કામ કર્યું નથી અને આવનાર સમયમાં પણ તે ડિજિટલ પ્લૅટફૉર્મ માટે આટલા જ સિલે​િક્ટ‌વ રહેવાના છે.

entertainment news bollywood bollywood news bollywood gossips paresh rawal