✕

પંકજ ત્રિપાઠીએ પત્નીના પિયર કલકત્તામાં સપરિવાર કરી વિજયાદશમીની ઉજવણી

21 October, 2026 09:23 AM IST  |  Kolkata | Gujarati Mid-day Correspondent

કલકત્તા પ્રત્યેના પ્રેમ અને ત્યાં તહેવાર ઊજવવાના મહત્ત્વ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘કલકત્તા હંમેશાં મારા હૃદયની ખૂબ નજીક રહ્યું છે. આ શહેર સાથે મારો સંબંધ મૃદુલા અને તેના પરિવાર દ્વારા જોડાયો હતો.

પંકજ ત્રિપાઠીની પરિવાર સાથે દશેરાની ઉજવણી

આ વર્ષે પંકજ ત્રિપાઠીએ પોતાના પરિવાર સાથે કલકત્તામાં દુર્ગાષ્ટમી અને દશેરાની ઉજવણી કરી હતી. લાંબા સમય બાદ તેમણે આ શહેરમાં પરિવાર સાથે તહેવાર ઊજવ્યો હતો. પંકજ ત્રિપાઠીનો કલકત્તા સાથે ઊંડો ભાવનાત્મક સંબંધ છે. આ શહેર સાથેનો તેમનો નાતો માત્ર ત્યાંની સંસ્કૃતિ અને દુર્ગાપૂજાની ભવ્યતા પૂરતો સીમિત નથી, પરંતુ કલકત્તા તેમની પત્ની મૃદુલા ત્રિપાઠીનું પિયર પણ છે. આથી આ શહેર તેમના પરિવાર અને અંગત જીવનનો મહત્ત્વપૂર્ણ હિસ્સો બની ગયું છે.

કલકત્તા પ્રત્યેના પ્રેમ અને ત્યાં તહેવાર ઊજવવાના મહત્ત્વ વિશે વાત કરતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે ‘કલકત્તા હંમેશાં મારા હૃદયની ખૂબ નજીક રહ્યું છે. આ શહેર સાથે મારો સંબંધ મૃદુલા અને તેના પરિવાર દ્વારા જોડાયો હતો, પણ સમય જતાં કલકત્તા મારા માટે માત્ર સાસરિયાંનું શહેર નથી રહ્યું, હવે આ એવું શહેર છે જ્યાં મને પોતાના ઘર જેવો અનુભવ થાય છે. અહીં મેં ઘણી સુંદર યાદો બનાવી છે અને અહીં પાછા ફરવાની હું હંમેશાં રાહ જોઉં છું. લોકો મને પ્રેમથી કલકત્તાનો જમાઈ કહે છે. આ શહેરે મને આટલો પ્રેમ આપ્યો છે એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું. કલકત્તામાં કંઈક ખાસ અને જાદુઈ છે, ખાસ કરીને દુર્ગાપૂજા દરમ્યાન. લોકોની શ્રદ્ધા, ઉત્સાહ, સુંદર પંડાલો, પરંપરાઓ અને જે રીતે સૌ સાથે મળીને માતા દુર્ગાનું સ્વાગત કરે છે તથા તેમની પૂજા કરે છે એ બધું ખરેખર વિશેષ છે. આ સમય દરમ્યાન તમે કલકત્તાની સાચી આત્માને અનુભવી શકો છો. મને બંગાળની સંસ્કૃતિ અને અહીંની સમૃદ્ધ પરંપરાઓ હંમેશાં ખૂબ ગમી છે. દુર્ગાષ્ટમીના અવસરે પરિવાર સાથે અહીં હાજર રહેવાથી આ તહેવાર વધુ ખાસ બની જાય છે.’

dussehra kolkata bengal bollywood news bollywood gossips bollywood culture news pankaj tripathi festivals