૧૫૦ આટલા દિવસ બાદ ૧૬ જૂને રિલીઝ થશે પ્રભાસની ‘આદિપુરુષ’

19 January, 2023 05:04 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મનું પોસ્ટર પ્રભાસે સોશ્યલ મીડિયામાં શૅર કર્યું છે.

પ્રભાસ

પ્રભાસ અને ક્રિતી સૅનનની ‘આદિપુરુષ’ ૧૬ જૂને થિયેટરમાં રિલીઝ થવાની છે. આ ફિલ્મને ઓમ રાઉતે ડિરેક્ટ કરી છે. આ ફિલ્મમાં સૈફ અલી ખાન અને સની સિંહ પણ જોવા મળશે. આ ફિલ્મનું પોસ્ટર પ્રભાસે સોશ્યલ મીડિયામાં શૅર કર્યું છે. એના પર લખવામાં આવ્યું છે કે ‘આદિપુરુષ’ની રિલીઝમાં ૧૫૦ દિવસ બાકી છે. આ પોસ્ટરને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને પ્રભાસે કૅપ્શન આપી હતી, ‘રામ કાર્ય કરવા માટે અમે હંમેશાં તત્પર રહીએ છીએ. આખું વિશ્વ હવે ભારતની આ અતુલનીય કથાને ૧૫૦ દિવસ બાદ જોઈ શકશે. ‘આદિપુરુષ’ 3Dમાં ૧૬ જૂને રિલીઝ થવાની છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood prabhas