મુંબઈ પોલીસે અભિનેત્રી રાખી સાવંત અને તેની વકીલ વિરુદ્ધ નોંધ્યો કેસ, જાણો શું છે સમગ્ર પ્રકરણ

09 November, 2022 04:29 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

શર્લિન અને રાખી વચ્ચે વિવાદ ત્યારે થયો જ્યારે શર્લિને બિગ બોસમાં #MeToo આરોપી સાજિદ ખાનની એન્ટ્રી પર નારાજગી વ્યક્ત કરી હતી

ફાઇલ તસવીર

બોલિવૂડ અભિનેત્રી શર્લિન ચોપરા (Sherlyn Chopra) અને રાખી સાવંત (Rakhi Sawant) વચ્ચેનો વિવાદ સતત વધી રહ્યો છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે. આ દરમિયાન અભિનેત્રી શર્લિન ચોપરાએ રાખી સાવંત વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આરોપ લગાવ્યો છે કે રાખી સાવંત અને તેની વકીલ ફાલ્ગુની બ્રહ્મભટ્ટે પ્રેસ કોન્ફરન્સ કરીને તેનો અશ્લીલ વીડિયો બતાવતા અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. ફરિયાદ બાદ મુંબઈ પોલીસે (Mumbai Police) બંને વિરુદ્ધ આઈપીસીની કલમ 354 A, 500, 504, 509 & આઈટી એક્ટ 67A હેઠળ કેસ નોંધ્યો છે.

આ રીતે બંને વચ્ચે વિવાદ શરૂ થયો

શર્લિન અને રાખી વચ્ચે વિવાદ ત્યારે થયો જ્યારે શર્લિને બિગ બોસમાં #MeToo આરોપી સાજિદ ખાનની એન્ટ્રી પર નારાજગી વ્યક્ત કરી. શર્લિને કહ્યું હતું કે “આવા લોકોને બિગ બોસના ઘરમાં પ્રવેશ ન આપવો જોઈએ, જેણે મહિલાઓનું જાતીય શોષણ કર્યું હોય. સાજિદ ખાનને સપોર્ટ કરતાં રાખી સાવંતે શર્લિનને ખરું-ખોટું સાંભળવી દીધું હતું, જે બાદ બંને વચ્ચે ઘણો ઝઘડો થયો હતો.

રાખીએ શર્લિન પર ગંભીર આરોપ લગાવ્યા

એક તરફ જ્યાં રાખીએ શર્લિનને પોર્ન સ્ટાર ગણાવતા કહ્યું હતું કે “તે તેનું કામ છે ત્યાં તે દરરોજ કોઈને કોઈ પર ખોટા આરોપો લગાવતી જોવા મળે છે.” બીજી તરફ શર્લિને રાખી પર તેના બોયફ્રેન્ડ અને પતિ બદલવાનો આરોપ લગાવ્યો હતો. તેણીએ કહ્યું કે, “રાખી શું કરે છે, તે દર વર્ષે પતિ અને બોયફ્રેન્ડને ભાડે લે છે અને પછી એક વર્ષમાં તેમને ગરીબ બનાવી દે છે અને બાદમાં તેને છોડીને ભાગી જાય છે.”

entertainment news bollywood news sherlyn chopra rakhi sawant mumbai police