તેલુગુ ફિલ્મનું શૂટિંગ નજીક આવતાં ખૂબ જ એક્સાઇટેડ છે મૃણાલ

01 February, 2023 03:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મમાં તેની સાથે તેલુગુ સ્ટાર નાની પણ દેખાશે.

મૃણાલ ઠાકુર

‘સીતા રામમ’માં કામ કર્યા બાદ મૃણાલ ઠાકુર હવે તેની આગામી તેલુગુ ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માટે એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં તેની સાથે તેલુગુ સ્ટાર નાની પણ દેખાશે. આ  એક ઇમોશનલ-ડ્રામા હશે. હૈદરાબાદમાં એનું શૂટિંગ શરૂ થયું છે. મૃણાલને હૈદરાબાદ અને મુંબઈમાં ટ્રાવેલ કરવું પડશે. ફિલ્મને લઈને મૃણાલે કહ્યું કે ‘હું અતિશય ખુશ અને ઉત્સુક છું આ પ્રોજેક્ટને લઈને. આ દિલને સ્પર્શી જનારી સ્ટોરી છે અને ફિલ્મને સપોર્ટ કરનાર ટીમ ખૂબ ટૅલન્ટેડ છે.’

entertainment news bollywood news bollywood gossips bollywood mrunal thakur