મૃણાલ ઠાકુરની બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ

02 August, 2021 09:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મૃણાલ ઠાકુરનો લુક ટ્વિટર પર શૅર કરીને હનુ રાઘવપુડીએ ટ્વીટ કર્યું હતું કે ‘હૅપી બર્થ-ડે સીતા. તું સતત આગળ વધે અને શાઇન કરે. અહીં સીતાની એક ઝલક આપું છું.’

મૃણાલ ઠાકુર

મૃણાલ ઠાકુરને ગઈ કાલે તેના બર્થ-ડે નિમિત્તે બેસ્ટ ગિફ્ટ મળી છે. હનુ રાઘવપુડીના ડિરેક્શનમાં બનનારી ફિલ્મમાં તેને સીતાનો રોલ મળ્યો છે. દુલ્કર સલમાન આ ફિલ્મમાં લેફ્ટનન્ટ રામના રોલમાં જોવા મળશે. ફિલ્મનું નામ હજી સુધી નક્કી નથી કરવામાં આવ્યું. મૃણાલ ઠાકુરનો લુક ટ્વિટર પર શૅર કરીને હનુ રાઘવપુડીએ ટ્વીટ કર્યું હતું કે ‘હૅપી બર્થ-ડે સીતા. તું સતત આગળ વધે અને શાઇન કરે. અહીં સીતાની એક ઝલક આપું છું.’

bollywood news bollywood bollywood gossips entertainment news mrunal thakur