મન્નતની મહેમાન બનેલી મોડલ નવપ્રીત કૌર માટે શાહરુખ ખાને બનાવ્યા પીત્ઝા

24 April, 2023 10:23 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

પંજાબી મોડલ શાહરુખ ખાન (Shah Rukh Khan)ને મળવા તેના ઘર મન્નત પહોંચી હતી અને આખા પરિવારને મળી હતી. જાણો કોણ છે એ મોડલ જેની મહેમાનગતિ માટે કિંગ ખાને બનાવ્યા પીત્ઝા?

શાહરુખ ખાને બનાવેલો પીત્ઝા

પોતાની ફિલ્મો સિવાય બોલિવૂડના બાદશાહ એટલે કે શાહરૂખ ખાન(Shahrukh Khan)તેના નમ્ર વર્તન માટે પણ જાણીતા છે. કિંગ ખાનના કેરિંગ સ્વભાવની વાતો ઘણી વખત સામે આવી છે. ફરી એકવાર શાહરૂખે પોતાની નમ્રતાનું ઉદાહરણ રજૂ કર્યું. વાસ્તવમાં નવપ્રીત કૌર (Navpreet Kaur)નામની મોડલ શાહરૂખ(Shahrukh Khan Mannat)ને તેના ઘરે મળવા ગઈ હતી. મન્નતમાં મોડલનો સમય સારો રહ્યો અને તે શાહરૂખના આખા પરિવારને મળી. હવે તેણે સોશિયલ મીડિયા દ્વારા ફેન્સ સાથે પોતાનો અનુભવ શેર કર્યો છે.

મૉડલની મન્નત પુરી થઈ
નવપ્રીત કૌરે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શાહરૂખ ખાન સાથેની તેની કેટલીક તસવીરો શેર કરી છે. તેણે મન્નતમાં અભિનેતાના પરિવાર સાથે વિતાવેલી પળોને કેમેરામાં કેદ કરી અને તેના ચાહકો સાથે શેર કરી. પહેલી તસવીરમાં મોડલ શાહરૂખ ખાન સાથે( Model Navpreet And Shahrukh Khan)જોવા મળી રહી છે, જેમાં બંને ખૂબ જ ક્યૂટ લાગી રહ્યાં છે. મૉડેલે અબરામ સાથે કરેલી મસ્તીનો ફોટો પણ શૅર કર્યો અને પીઝા જે શાહરૂખે પોતે બનાવ્યો હતો એનો ફોટો પણ શેર કર્યો છે.

મોડેલે ખુશી વ્યક્ત કરી
આ તસવીરો શેર કરતાં મોડલે કેપ્શનમાં લખ્યું છે કે મેં મારી જાતને વચન આપ્યું હતું કે હું આ ક્યારેય પોસ્ટ નહીં કરું, પરંતુ આ યાદો મારા માટે ઘણી કિંમતી છે, તેથી હું તેને માત્ર મારી સુધી સીમિત ન રાખી શકુ. મન્નત ખાતે મારા જીવનનો સૌથી ખાસ દિવસ મેળવીને હું ધન્યતા અનુભવું છું. કિંગ ખાને પોતે પીઝા બનાવ્યો અને તે પણ વેજ, કારણ કે કેટલાક પંજાબીઓ શાકાહારી પણ છે. જ્યાં સુધી હું તેના ઘરે હતી ત્યાં સુધી મને લાગ્યું કે હું સપનું જોઈ રહી છું અને કોઈ મને જલ્દી જગાડશે. મેં મારી જાતને શાંત રાખી, કારણ કે હું આનંદથી ચીસો પાડવા માંગતી ન હતી.

આ પણ વાંચો: ચર્ચામાં નંબર વન શાહરુખ

મોડલે ખુલાસો કર્યો કે તે શાહરૂખ ખાન સાથે વાતચીત કરીને ખૂબ જ ખુશ હતી. તે પોતાની ખુશીને રોકી શકી નહીં. જ્યારે તે જમવા બેઠી ત્યારે તે પહેલા જ કોળિયામાં ધરાઈ ગઈ હતી, કારણ કે તે ખુશીને પચાવી શકતી નહોતી. નવપ્રીતે જણાવ્યું કે શાહરૂખના બાળકોએ તેની સાથે કેવો વ્યવહાર કર્યો. મોડલે લખ્યું કે ગૌરી ખાન પ્રિય છે. અબરામ તેનો નવો બેસ્ટ ફ્રેન્ડ બની ગયો છે. આર્યન એક ગુસ્સાવાળા યુવાનની છબીથી સાવ અલગ છે અને ખૂબ જ પ્રેમાળ છે. સુહાના ખાન ખૂબ જ સુંદર છે. જ્યારે નવપ્રીત મન્નતમાંથી નિકળી ત્યારે શાહરૂખ તેને છોડવા માટે બહાર આવ્યો હતો.

bollywood news entertainment news punjab Shah Rukh Khan gauri khan