સિખ કમ્યુનિટી પર ભરોસો કરવા માટે બિગ બીનો આભાર માન્યો મિકા સિંહે

11 May, 2021 01:19 PM IST  |  Mumbai | Gaurav Sarkar

1000થી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ

મિકા સિંહ

અમિતાભ બચ્ચને કોવિડ-19 ફૅસિલિટી માટે બે કરોડ રૂપિયાનું દાન સિખ કમ્યુનિટીમાં કર્યું છે. આ માટે આભાર માનતાં મિકા સિંહે કહ્યું હતું કે ‘આ મહામારીના સમયે મિસ્ટર અમિતાભ બચ્ચને સિખ કમ્યુનિટી પર ભરોસો રાખી જે દિલદારતા દેખાડી છે એ માટે હું તેમનો આભાર માનું છું. પાજી અમે તમને ખૂબ જ પ્રેમ કરીએ છીએ. તમે ઍક્ટિંગની સાથે રિયલ લાઇફમાં પણ દિલ જીતી લો છો એથી જ તમે સુપરસ્ટાર છો.’

1000 - આનાથી પણ વધુ લોકો માટે લંગરની સુવિધા મુંબઈમાં પૂરી પાડવા જઈ રહ્યો છે મિકા સિંહ. એ છેલ્લા ઘણા મહિનાથી દિલ્હીમાં આવું લંગર ચલાવી રહ્યો છે જે હજી પણ ચાલી રહ્યું છે.

coronavirus covid19 bollywood bollywood news amitabh bachchan mika singh