હાલની પરિસ્થિતિમાં મેન્ટલ હેલ્થ અગત્યની છે: દીપિકા પાદુકોણ

04 May, 2021 11:46 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોવિડના આ કપરા સમયમાં દીપિકા સમય-સમય પર લોકોનું મનોબળ મજબૂત કરે છે

દીપિકા પાદુકોણ

દીપિકા પાદુકોણે લોકોના માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખતાં સોશ્યલ મીડિયામાં કેટલાક નંબર્સ શૅર કર્યા છે. કોવિડના આ કપરા સમયમાં દીપિકા સમય-સમય પર લોકોનું મનોબળ મજબૂત કરે છે. સાથે માનસિક રૂપે લોકોને સશક્ત કરવા માટે પણ પ્રોત્સાહન આપે છે. દીપિકાએ ઇન્સ્ટાગ્રામ પર પરિવર્તન, રોશની ટ્રસ્ટ, મિત્રમ ફાઉન્ડેશન, લાઇફલાઇન, ફોર્ટિસ અને મન ટૉક્સના હેલ્પલાઇન નંબર્સ શૅર કર્યા છે. આ નંબર્સને ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને દીપિકાએ કૅપ્શન આપી હતી કે ‘આજે લાખો લોકોની સાથે હું અને મારો પરિવાર અશાંત છીએ. એક વાત યાદ રાખવી જોઈએ કે વર્તમાન સમયમાં ઇમોશનલી સ્વસ્થ હોવું અગત્યનું છે. તમે એકલા નથી. આપણે સૌ સાથે છીએ. સાથે જ આશા અમર છે એ પણ યાદ રાખવું જોઈએ.’

coronavirus covid19 entertainment news bollywood bollywood news deepika padukone