વહીદા રહેમાન સાથે ડેટ પર જવું છે માનવ ગોહિલને

19 March, 2023 04:21 PM IST  |  Mumbai | Harsh Desai

તેમની સાથે મેહબૂબ સ્ટુડિયો અથવા તો અન્ય જૂના સ્ટુડિયોમાં જઈને તેમનાં દૃશ્ય રીક્રીએટ કરવાની તેની ઇચ્છા છે

માનવ ગોહિલ

માનવ ગોહિલ ટીવી-ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટું નામ છે. તેનો જન્મ સુરેન્દ્રનગરમાં થયો હતો અને વડોદરામાં તેણે એજ્યુકેશન પૂરું કર્યું હતું. ત્યાર બાદ તેણે ઍક્ટિંગમાં ૨૦૦૦ના વર્ષમાં એન્ટ્રી કરી હતી. તેણે ઘણી ટૉપની સિરિયલોમાં કામ કર્યું છે; જેમાં ‘કહાની ઘર ઘર કી’, ‘કુસુમ’ અને ‘કસૌટી ઝિંદગી કી’નો સમાવેશ થાય છે. તે હાલમાં ઝીટીવી પર આવતી ‘મૈં હૂં અપરાજિતા’માં કામ કરી રહ્યો છે. ટીવી-શોની સાથે તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેની છેલ્લી ફિલ્મ કાજોલની ૨૦૨૧માં આવેલી ‘ત્રિભંગા’ હતી.

પોતાની જાતને પાંચ શબ્દોમાં કેવી રીતે વર્ણવીશ?
એક જ શબ્દમાં કહું તો રીસિલિઅન્ટ.

ચહેરા પર કઈ વાતથી સ્માઇલ આવી જાય છે અને શાનો ડર લાગે છે?
સારા દૃશ્ય અને સારી ફિલ્મોથી સ્માઇલ આવી જાય છે અને સ્પૂકી ફિલ્મોથી એટલો જ ડર લાગે છે.

ડેટ પર કોઈને લઈ જવું હોય તો ક્યાં લઈ જઈશ અને કેમ?
વહીદા રહેમાનને હું મેહબૂબ સ્ટુડિયો અથવા તો કોઈ પણ જૂના સ્ટુડિયોમાં ડેટ પર લઈ જવા માગું છું, જેથી હું તેમનાં દૃશ્યોને રીક્રીએટ કરી શકું. હું તેમની સાથે ઘણી વાતો કરવા માગું છું જેથી તેમની પાસે મને લાઇફ અને ફિલ્મો વિશે ઘણું શીખવા મળે.

સૌથી વધુ પૈસાનો ઉપયોગ શું ખરીદવામાં કરે છે?
હું કપડાં, પરફ્યુમ, ઍક્સેસરીઝ, વૉચ બધામાં જ ખર્ચું છું, પરંતુ કાર ખૂબ મોંઘી આવે છે. બધું બજેટ એમાં જતું રહે છે.

તારું અટેન્શન કોઈએ મેળવવું હોય તો શું કરવું જોઈએ?
શાંતિથી બેસવું. જે લોકો શાંતિથી બેસી શકે છે તેઓ મારું અટેન્શન ખેંચી શકે છે. મને શાંતિ ખૂબ પસંદ છે.

તારા વિશે એવી કઈ વાત છે જે લોકો હંમેશાં યાદ રાખે એવી તારી ઇચ્છા છે?
એ વાત કે તેમની લાઇફને વધુ સારી બનાવવા અથવા તો તેમની લાઇફનું મહત્ત્વ વધે એ માટે મેં મારાથી બનતા તમામ પ્રયત્ન કર્યા, હંમેશાં કર્યા.

ફૅન્સ દ્વારા કરવામાં આવેલી સૌથી વિચિત્ર અથવા સ્પેશ્યલ વસ્તુ કઈ?
ટ્રિનિડૅડ અથવા તો એની આસપાસની કોઈક જગ્યાએથી એક મહિલાએ ફ્લાઇટની ટિકિટ મોકલી હતી અને મને તેની ફૅમિલીની મુલાકાત લેવા માટે આમંત્રણ આપ્યું હતું, પણ હું નહોતો ગયો.

તારી સૌથી યુઝલેસ ટૅલન્ટ કઈ?
હું મારા ચહેરાના દરેક ઑર્ગનને સેપરેટલી હલાવી શકું છું. એટલે કે એકને હલાવતો હોઉં ત્યારે બીજું એકદમ સ્થિર રાખી શકું છું. આ એકદમ ફૅન્ટૅસ્ટિક ટૅલન્ટ છે, પરંતુ એનો આજ સુધી ક્યારેય ઉપયોગ નથી કર્યો.

પહેલી જૉબ કઈ હતી?
મેં ગ્રાફિક્સ ડિઝાઇનની કંપનીમાં પ્યુન તરીકે કામ કર્યું હતું. મારી ટીનેજમાં એ મારી સમર જૅબ હતી.

ફેવરિટ કપડાં કયાં છે જે હજી સાચવી રાખ્યાં છે?
૧૮-૨૦ વર્ષ પહેલાં હું મારી પહેલી ટ્રિપ પર જ્યારે અમેરિકા ગયો હતો ત્યારે મેં બનાના રિપબ્લિકમાંથી બ્લૅક શર્ટ ખરીદ્યું હતું. એ થોડું સંકોચાઈ ગયું છે, પરંતુ હજી પણ એકદમ ફિટ આવે છે.

સૌથી ડૅરિંગવાળું કામ આજ સુધી કયું કર્યું છે?
એ એકદમ ડૅરિંગવાળું અને વાઇલ્ડ હતું, ક્લાસિફાઇડ હોવાથી હું કહી શકું એમ નથી.

એવી કઈ વસ્તુ છે જેને હજી પણ તેં એક મિસ્ટરી બનાવી રાખી છે?
હું જે દેખાડું છું એના કરતાં વધુ જાણું છું એને હું મિસ્ટરી બનાવી રાખું છું. મને શું ખબર છે અને કેટલી ખબર છે એને હું લોકોને જણાવવા નથી માગતો. મોટા ભાગે મને ખબર હોય છે, પરંતુ હું એવું જ દેખાડું છું કે હું નથી જાણતો.

bollywood news bollywood bollywood gossips entertainment news harsh desai manav gohil