મલ્હાર ઠાકર બોલીવુડની આ અભિનેત્રી સાથે કરશે લગ્ન ? કહ્યું,'...ફાઈનલ હૈ'

25 April, 2019 08:09 AM IST  | 

મલ્હાર ઠાકર બોલીવુડની આ અભિનેત્રી સાથે કરશે લગ્ન ? કહ્યું,'...ફાઈનલ હૈ'

Image Courtesy: Malhar Thakar Instagram

મલ્હાર ઠાકર આજે ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી હિટ સ્ટાર છે. મલ્હાર ઠાકરના નામે ગુજરાતી ફિલ્મો થિયેટરમાં હિટ થઈ જાય છે. આ ગુજ્જુ બોયનું ફૅન ફોલોઈંગ પણ ગજબ છે, ઈન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય કે પછી રિયલ સિચ્યુએશન મલ્હારના ફૅન્સ લાખોની સંખ્યામાં છે. છોકરીઓ પણ પોતાના આ ચહીતા સ્ટાર વીકીડાને જોવા માટે લાઈનો લગાવે છે.

પણ તમને ખબર છે મલ્હારને કોણ ગમે છે ? મલ્હાર ઠાકર આમ તો હાલ ફિલ્મો પર જ ફોકસ કરી રહ્યા છે. અને એક બાદ એક હિટ ગુજરાતી ફિલ્મો આપી રહ્યા છે. પરંતુ લાગે છે કે ટૂંક સમયમાં તેની ફીમેલ ફેન્સના દિલ તૂટી શકે છે.  આ ચર્ચા તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પરથી શરૂ થઈ છે.

ઘટના કંઈક એવી છે કે બોલીવુડની અભિનેત્રી પરિણીતી ચોપરાએ સોમવારે પોતાની ઈન્સ્ટાગ્રામ પોસ્ટ પર ફૅન્સના સવાલોના જવાબ આપ્યા. પરિણીતે ફેન્સને તેને ફન ક્વેશ્ચન પૂછવા કહ્યું. આ સવાલ જવાબમાં પરિણીતિને જાતભાતના સવાલો પૂછાયા. જેમાંથી એક સવાલ મલ્હાર વિશેનો પણ હતો. એક ફેને પરિણીતીને પૂછ્યું,'ગુજરાતી એક્ટર મલ્હાર ઠાકરને તમારી સાથે લગ્ન કરવા છે, તમે શું માનો છો ?' પરિણીતિ ચોપરાએ આ સવાલનો જવાબ પણ આપ્યો. જવાબમાં પરિણીતીએ મલ્હારને ક્યુટ કહ્યો.

 

પરિણીતીએ આ સવાલનો જવાબ પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર પોસ્ટ કર્યો અને લખ્યું,'હું તેને અમદાવાદમાં મળી હતી. તે ખૂબ જ ક્યુટ છે.' તો મલ્હારે પણ પરિણીતીનો જવાબ પોતાની ઈન્સ્ટાસ્ટોરી પર રિપોસ્ટ કર્યો અને લખ્યુ,'તુ મારા કરતા વધુ ક્યુટ છે.' મલ્હારે આ સ્ટોરી રિપોસ્ટ કરીને એવું પણ લખ્યું કે,'કરી તરફ સે ફાઈનલ હૈ.' તો પરિણીતીના આ જવાબની સ્ટોરીમાં ફૅન્સ મલ્હારને પણ ટેગ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ મલ્હાર ઠાકર : એક એવો ગુજરાતી અભિનેતા કે જેની લોકપ્રિયતા બોલીવુડ કરતાં પણ વધુ

ઉલ્લેખનીય છે કે નમસ્તે ઈંગ્લેન્ડના પ્રમોશન માટે જ્યારે પરિણીતી ચોપરા ગુજરાતની મુલાકાતે હતી ત્યારે બંને મળ્યા હતા. મલ્હાર ઠાકર પરિણીતી ચોપરા પર ક્રશ હોવાની વાત સ્વીકારી ચૂક્યા છે.

Malhar Thakar parineeti chopra gujarat news