01 September, 2023 04:01 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
તસવીર: ઈન્સ્ટાગ્રામ વીડિયોમાંથી સ્ક્રીનશૉટ
મલયાલમ અભિનેત્રી અપર્ણા નાયર (Malyalam Actress Aparna p nair)તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી છે. 31 વર્ષની અભિનેત્રીના આકસ્મિક અવસાનથી બધાને આઘાત લાગ્યો છે. તેના મૃત્યુના થોડા કલાકો પહેલા, અપર્ણાએ તેની છેલ્લી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી જેમાં તેણે તેની પુત્રી પર પ્રેમ વરસાવી રહી હતી. હાલમાં અભિનેત્રીના મૃત્યુનું કારણ જાણી શકાયું નથી. અપર્ણાના નિધનથી પરિવાર સહિત તમામ ફેન્સ અને સેલેબ્સ આઘાતમાં છે.
ગુરુવારે અપર્ણા તેના ઘરમાં મૃત હાલતમાં મળી આવી હતી
કહેવામાં આવી રહ્યું છે કે અપર્ણા ગુરૂવારે સાંજે તિરુવનંતપુરમમાં તેના ઘરે લટકતી મળી આવી હતી, જેના પછી અભિનેત્રીને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી પરંતુ ડૉક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઓન્મનોરમા અનુસાર કરમના પોલીસે અકુદરતી મૃત્યુ ગણાવી કેસ દાખલ કર્યો છે.
અપર્ણાએ મૃત્યુ પહેલા પુત્રીની તસવીર શેર કરી હતી
તે જ સમયે, મૃત્યુ પહેલાં, અપર્ણા નાયરે તેની નાની પુત્રીની સુંદર તસવીર એસેમ્બલ કરીને ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો હતો. વિડીયોની સાથે અભિનેત્રીએ બેકગ્રાઉન્ડમાં એક લોરી પણ ઉમેરી. આ વીડિયો પોસ્ટ કરવાની સાથે તેણે કેપ્શનમાં લખ્યું, `મેરી ઉન્ની, પ્લેફુલ લિટલ વન.` તમને જણાવી દઈએ કે દિવંગત અભિનેત્રીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ ફક્ત તેના પતિ અને બે પુત્રીઓની ખુશીની તસવીરો અને વીડિયોથી ભરેલું છે. તેની તાજેતરની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં, અપર્ણાએ તેના પતિ સંજીતને પણ `મારી તાકાત` કહ્યા હતા.
અપર્ણાએ ઘણી ટીવી સિરિયલો અને ફિલ્મોમાં કામ કર્યું હતું
અપર્ણા પી નાયર `ચંદનમાઝા`, `આત્મસાખી`, `મૈથિલી વીંદુમ વરુમ` અને `દેવસ્પર્શમ` જેવા ટીવી શો માટે જાણીતી હતી. તેણે `મેઘાતીર્થમ`, `મુથુગાઉ`, `આચાયન્સ, કોડાથી સમક્ષમ બાલન વકીલ અને કલ્કી જેવી ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. અપર્ણાના પરિવારમાં તેના પતિ અને બે બાળકો છે.
આ મામલે પોલીસે જણાવ્યું હતું કે,અપર્ણા નાયરે અભિનેત્રી, જેણે ઘણી ફિલ્મો અને સિરિયલોમાં અભિનય કર્યો છે, તે ગઈકાલે રાત્રે અહીં કરમના પાસેના તેના નિવાસ સ્થાને તેના રૂમમાં લટકતી હાલતમાં મળી આવી હતી. પોલીસે જણાવ્યું કે અપર્ણા તેના પતિ અને બાળકો સાથે રહેતી હતી. આ ઘટના ગુરુવારે સાંજે લગભગ 7.30 વાગ્યે બની હતી. પોલીસે જણાવ્યું હતું કે તેમને ખાનગી હોસ્પિટલ દ્વારા આ ઘટના વિશે જાણ કરવામાં આવી હતી જ્યાં તેને લઈ જવામાં આવી હતી.