‘મજા માં’માં ગરબા કરશે માધુરી

23 September, 2022 03:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ફિલ્મને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર છ ઑક્ટોબરે સ્ટ્રીમ કરવામાં આવશે

માધુરી દી​ક્ષિત

માધુરી દી​ક્ષિત નેને હવે ‘મજા માં’માં ગુજરાતી ઘરેલુ પત્નીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મને ઍમેઝૉન પ્રાઇમ વિડિયો પર છ ઑક્ટોબરે સ્ટ્રીમ કરવામાં આવશે. આ ફિલ્મમાં માધુરીની સાથે ગજરાજ રાવ, રિત્વિક ભૌમિક, બરખા સિંહ, સૃષ્ટિ શ્રીવાસ્તવ, રજિત કપૂર, સિમોન સિંહ, શીબા ​ચઢ્ઢા, મલ્હાર ઠક્કર અને નિનાદ કામત જોવા મળશે. આનંદ તિવારી દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી આ ફિલ્મમાં માધુરી ગરબા કરતી પણ જોવા મળશે. આ વિશે માધુરીએ કહ્યું હતું કે ‘હું ‘મજા માં’ના મારા પાત્રને લઈને ખૂબ જ ઉત્સાહી છું. મેં અત્યાર સુધી ક્યારેય ન ભજવ્યું હોય એવું પાત્ર હું આ ફિલ્મમાં ભજવી રહી છું. પલ્લવી પટેલ એક પત્ની, એક મમ્મી અને સોસાયટીની મેમ્બર તરીકે ઘણી જવાબદારીઓને ખૂબ જ સરળતાથી ભજવતી જોવા મળી રહી છે. તે ઘણા ઇમોશનલ ઉતાર-ચડાવમાંથી પસાર થાય છે અને એની તેની લાઇફ પર ખૂબ જ અસર પડે છે.’

entertainment news bollywood news bollywood madhuri dixit upcoming movie amazon prime