ફેબ્રુઆરીમાં દસ્તક આપશે માધુરી

28 January, 2022 11:38 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ડેબ્યુ શો ‘ધ ફેમ ગેમ’ને પચીસમીએ સ્ટ્રીમ કરવામાં આવશે

માધુરી દીક્ષિત

માધુરી દીક્ષિત નેનેની ‘ધ ફેમ ગેમ’ પચીસ ફેબ્રુઆરીએ વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર રિલીઝ થવાની છે. આ સિરીઝ દ્વારા તે ડિજિટલ પ્લૅટફૉર્મ પર એન્ટ્રી કરવાની છે. શોની સ્ટોરી બૉલીવુડની ઍક્ટ્રેસ અનામિકા આનંદના જીવન પર આધારિત છે. એ રોલને માધુરી ભજવવાની છે. આ શોનું નામ અગાઉ ‘ફાઇન્ડિંગ અનામિકા’ હતું. બાદમાં એનું નામ બદલીને ‘ધ ફેમ ગેમ’ રાખવામાં આવ્યું છે. આ શોમાં માધુરીની સાથે સંજય કપૂર, માનવ કૌલ, લક્ષવીર સરણ, સુહાસિની મુળે અને મુસ્કાન જાફરી પણ જોવા મળશે. આ સિરીઝનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને માધુરીએ કૅપ્શન આપી હતી, ‘અજનબી સી હૈ ઉસકી દુનિયા, અનકહી સી હૈ ઉસકી કહાની, પર અબ વો આ રહી હૈ અપની કહાની લેકર દુનિયા કે સામને. વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ નેટફ્લિક્સ પર ‘ધ ફેમ ગેમ’ પચીસ ફેબ્રુઆરીએ રિલીઝ થવાનો છે.’

bollywood news bollywood bollywood gossips entertainment news madhuri dixit