માધુરીની ટેસ્ટ આવી નેગેટિવ

08 April, 2021 08:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ધર્મેશ યેલાન્ડે અને પ્રોડ્યુસર અરવિંદ રાવ પૉઝિટિવ : પુનિત પાઠક આવશે પ્રૉક્સી તરીકે

માધુરી દીક્ષિત

‘ડાન્સ દીવાને 3’ની જજ માધુરી દીક્ષિત નેનેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. જોકે તેના સાથી જજ ધર્મેશ યેલાન્ડે અને પ્રોડ્યુસર અરવિંદ રાવ પૉઝિટિવ આવ્યા છે. ગયા અઠવાડિયે આ શોના સેટ પર અઢાર જણ કોરોના પૉઝિટિવ આવ્યા હતા. આ શોનું શૂટિંગ અટકાવી દેવામાં આવ્યું હતું, પરંતુ હવે ફરી દરેકની ટેસ્ટ કરવામાં આવી રહી છે અને એમાં હોસ્ટ રાઘવ જુયાલ પણ નેગેટિવ આવ્યો છે. મુંબઈમાં હવે વીક-એન્ડ લૉકડાઉન હોવાથી શોનું શૂટિંગ રવિવારે કરવામાં નહીં આવે. તેમ જ ધર્મેશ પૉઝિટિવ હોવાથી તેની જગ્યાએ તેના મિત્ર કોરિયોગ્રાફર પુનિત પાઠકને બોલાવવામાં આવ્યો છે.

bollywood news bollywood bollywood gossips entertainment news madhuri dixit dharmesh yelande