૪૮ કરોડમાં ખરીદ્યો સી-વ્યુ ફ્લૅટ માધુરીએ

06 October, 2022 03:16 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તેનો આ ફ્લૅટ ૫૩મા ફ્લોર પર છે

માધુરી દી​ક્ષિત

માધુરી દીક્ષિત નેનેએ લોઅર પરેલમાં ૪૮ કરોડમાં સી-વ્યુ ફ્લૅટ ખરીદી લીધો છે. ૫૩૮૪ સ્ક્વેર ફીટમાં આ અપાર્ટમેન્ટ ફેલાયેલો છે. તેનો આ ફ્લૅટ ૫૩મા ફ્લોર પર છે. એવું જાણવા મળ્યું છે કે ગયા મહિને જ એનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું. આ રેસિડેન્શિયલ પ્રૉપર્ટીમાં સ્વિમિંગ પૂલ, ફુટબૉલ પીચ, જિમ, સ્પા અને ક્લબ જેવી અનેક સગવડો આપવામાં આવી છે. આ આલીશાન ફ્લૅટ માટે માધુરીએ ૨.૪ કરોડ સ્ટૅમ્પ-ડ્યુટી ભરી છે. તેને સાત કારની પાર્કિંગ સ્પેસ આપવામાં આવી છે.

entertainment news bollywood news bollywood gossips bollywood madhuri dixit