Love Sex Aur Dhokha 2:  ડિરેક્ટર દિબાકર બેનર્જીએ ‘લવ સેક્સ ઔર ધોખા’ને 14 વર્ષ પૂરાં થયાંની વ્યક્ત કરી ખુશી

19 March, 2024 04:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Love Sex Aur Dhokha 2:  દિબાકર બેનર્જી અને એકતા કપૂરે ‘લવ સેક્સ ઔર ધોખા’ દ્વારા મનોરંજનની દુનિયામાં એક સાહસિક પગલું ભર્યું છે અને એક એવી ફિલ્મ બનાવી છે કે જે લોકો તેને જોડી શકે

લવ, સેક્સ ઔર ધોખા

‘લવ સેક્સ ઔર ધોખા’ને રીલીઝ થયે આજે 14 વર્ષ વીતી ગયા છે. અને આ ખરેખર એક કલ્ટ ફિલ્મ છે જેણે આપણી સિનેમા જોવાની રીતને એકદમ જુદી કરી દીધી હતી. ખાસ કરીને તો આ ફિલ્મમાં આલેખવામાં આવેલી બોલ્ડ અને મનોરંજક વાર્તા (Love Sex Aur Dhokha 2) એ બધાને આકર્ષિત કર્યા છે. આમ તો તેની શરૂઆત એક નાના બજેટની ફિલ્મ તરીકે થઈ હતી. પરંતુ સતત તેને પ્રેમ અને પ્રશંસા તો મળી છે.

દિબાકર બેનર્જી અને એકતા કપૂરે ‘લવ સેક્સ ઔર ધોખા’ દ્વારા મનોરંજનની દુનિયામાં એક સાહસિક પગલું ભર્યું છે અને એક એવી ફિલ્મ બનાવી છે કે જે લોકો તેને જોડી શકે. વધુમાં તેઓએ આપણને ખૂબ જ પ્રતિભાશાળી કલાકારો પણ આપ્યા છે. જેમાં ખાસ તો રાજકુમાર રાવ અને નુસરત ભરૂચાને કાસ્ટ કરવામાં આવ્યા છે, જેમણે આ ફિલ્મ માટે ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. 

આ ફિલ્મ છેલ્લા દાયકાની સૌથી પ્રખ્યાત ફિલ્મો (Love Sex Aur Dhokha 2)માંની એક હોવા છતાં હજી પણ અન્ડરરેટેડ છે. છતાં પણ તેની વાર્તા અને પ્રેક્ષકોની અપીલની દ્રષ્ટિએ તે તેના સમય કરતાં ઘણી આગળ હતી.

શું લવ, સેકસ ઓર ધોખા ૨ પણ આવી રહી છે?

૧૪ વર્ષ બાદ `લવ, સેક્સ ઔર ધોખા’ લાવનાર એકતા કપૂર અને દિબાકર બેનર્જી ફરી એકવાર ‘લવ, સેક્સ ઔર ધોખા 2’ (Love Sex Aur Dhokha 2) માટે સાથે આવી રહ્યા છે. આ ફિલ્મમાં કેટલીક ખૂબ જ બોલ્ડ અને મનોરંજક વાર્તાઓ સામે આવવાની છે.

એક જ મહિનામાં આવી રહ્યો છે બીજો ભાગ 

નિર્માતાઓએ એક વિડિયો પણ શૅર કર્યો છે જે ‘લવ સેક્સ ઔર ધોખા’ સાથે સંકળાયેલી નોસ્ટાલ્જીયાને ફરી જાગૃત કરે છે અને પ્રેક્ષકોને તેની સિક્વલ ‘લવ, સેક્સ ઔર ધોખા 2’ની દુનિયામાં લઈ જાય છે, જે એક મહિનામાં રિલીઝ (Love Sex Aur Dhokha 2) થવાની છે. 

વિષયમાં પણ નવીનતાને સાંકળવામાં આવશે 

તમને જણાવી દઈએ કે જેમ ‘લવ સેક્સ ઔર ધોખા’ કેમેરાના યુગ સાથે સંકળાયેલી પ્રેમની વાત (Love Sex Aur Dhokha 2) રજૂ કરે છે તેવી જ રીતે ‘લવ, સેક્સ ઔર ધોખા 2’ એ ઈન્ટરનેટના ફાસ્ટ યુગમાં સંબંધોની મુશ્કેલીઓ અને પ્રેમના છુપાયેલા પાસાઓને રજૂ કરશે. ફરી એકવાર આ એક મનોરંજક વાર્તા અને સ્ટાર્સની અભિનય કળા આપણને સૌને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. આ ફિલ્મ તે કેટલાક નવા ચહેરાઓ સાથે પ્રેમ, વિશ્વાસઘાત અને આપણી ટેક્નોલોજી-સંચાલિત વિશ્વની વાર્તા રજૂ કરશે. 

બાલાજી ટેલિફિલ્મ્સના વિભાગ, બાલાજી મોશન પિક્ચર્સ, દિબાકર બેનર્જી પ્રોડક્શનની કલ્ટ મૂવીઝ સાથે મળીને એકતા આર કપૂર અને શોભા કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ ‘લવ સેક્સ ઔર ધોખા 2’રજૂ થનાર છે. જે દિબાકર બેનર્જી દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે.

bollywood buzz bollywood news bollywood gossips bollywood entertainment news nushrat bharucha ekta kapoor