ડિરેક્ટર તરીકેની પોતાની પહેલી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’નું શૂટિંગ પૂરું કર્યું કુણાલ ખેમુએ

17 February, 2023 03:49 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ કૉમેડી ફિલ્મની રિલીઝની તારીખ હજી સુધી જાહેર નથી કરવામાં આવી

ડિરેક્ટર તરીકેની પોતાની પહેલી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’નું શૂટિંગ પૂરું કર્યું કુણાલ ખેમુએ

કુણાલ ખેમુએ ડિરેક્ટર તરીકેની પોતાની પહેલી ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. આ ફિલ્મમાં પ્રતીક ગાંધી, નોરા ફતેહી, અવિનાશ તિવારી અને દિવ્યેન્દુ શર્મા લીડ રોલમાં જોવા મળશે. આ કૉમેડી ફિલ્મની રિલીઝની તારીખ હજી સુધી જાહેર નથી કરવામાં આવી. આ ફિલ્મને રિતેશ સિધવાણી અને ફરહાન અખ્તરે પ્રોડ્યુસ કરી છે. ફિલ્મની ટીમ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કુણાલ ખેમુએ કૅપ્શન આપી હતી, ‘ફિલ્મ ‘મડગાંવ એક્સપ્રેસ’ પૂરી કરવામાં આવી છે. આ એક અદ્ભુત જર્ની હતી અને તમારા સાથ વગર આ શક્ય નહોતી. રિતેશ સિધવાણી, ફરહાન અખ્તર અને એક્સેલ મૂવીઝે મારી સ્ક્રિપ્ટની સાથે મારા વિઝન પર પણ ભરોસો મૂક્યો છે. તેમણે મને ફિલ્મને ડિરેક્ટ કરવા માટે પણ પ્રોત્સાહન આપ્યું હતું. પ્રતીક ગાંધી, નોરા ફતેહી, અવિનાશ તિવારી અને દિવ્યેન્દુ શર્મા દરેકે કૅરૅક્ટરમાં પ્રાણ પૂર્યા છે. સાથે જ સૌથી અગત્યની મારી પ્રશંસનીય ટીમ કે જે પહેલા દિવસથી જ મારી પડખે ઊભી હતી અને મારા વિઝનને પૂરું કરવા માટે તેમણે મને ખૂબ મદદ કરી હતી. તમારા સૌની સાથે આ શૅર કરવા માટે ખૂબ આતુર છું.’

entertainment news bollywood news bollywood gossips bollywood kunal khemu upcoming movie