‘મિડલ ક્લાસ લવ’ની ટીમને આશીર્વાદ અપાવવા કિન્નરોને બોલાવ્યા કૃષ્ણા અભિષેકે

17 September, 2022 04:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મને લાગ્યું કે તેમની પાસેથી આશીર્વાદ લેવા જોઈએ. મને એ વાતની ખુશી છે કે તેઓ આવ્યા અને આ ત્રણેયને આશીર્વાદ આપ્યા.’

‘મિડલ ક્લાસ લવ’ની ટીમને આશીર્વાદ અપાવવા કિન્નરોને બોલાવ્યા કૃષ્ણા અભિષેકે

કૉમેડિયન કૃષ્ણા અભિષેકે ‘મિડલ ક્લાસ લવ’ની ટીમને આશીર્વાદ અપાવવા કિન્નરોને આમંત્રણ આપ્યું હતું. આ ફિલ્મ માટે એક સ્પેશ્યલ વિડિયો શૂટ કરવામાં આવ્યો હતો. આ ફિલ્મને રત્ના સિંહાએ ડિરેક્ટ કરી છે અને અનુભવ સિંહાએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં પ્રીત કમાની, ઈશા સિંહ અને કાવ્યા થાપર લીડ રોલમાં છે. કિન્નર સમાજ પાસેથી આશિષ લેવા વિશે કૃષ્ણા અભિષેકે કહ્યું કે ‘પ્રીત, ઈશા અને કાવ્યા મારી સાથે આ ફિલ્મનો પ્રમોશનલ વિડિયો શૂટ કરી રહ્યાં હતાં. એ વખતે મને કિન્નર સમાજના લોકો સાથે તેમની મુલાકાત કરાવવાની તક મળી હતી. તેઓ હંમેશાં લગ્ન અને બાળકના જન્મ બાદ લોકોને આશીર્વાદ આપે છે. આ ત્રણ ઍક્ટર્સ પણ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કરીઅરની શરૂઆત કરી રહ્યા છે. એથી મને લાગ્યું કે તેમની પાસેથી આશીર્વાદ લેવા જોઈએ. મને એ વાતની ખુશી છે કે તેઓ આવ્યા અને આ ત્રણેયને આશીર્વાદ આપ્યા.’

krushna abhishek bollywood news entertainment news television news indian television bollywood gossips