એકસાથે બે છોકરાને ડેટ કર્યા હતા અનન્યા પાન્ડેએ : કરણ જોહર

23 September, 2022 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનન્યાની મમ્મી ભાવના હાલમાં જ ‘કૉફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં હાજર રહ્યાં હતાં

અનન્યા પાન્ડે

કરણ જોહરે કહ્યું હતું છે કે અનન્યા પાન્ડેએ એકસાથે કદાચ બે છોકરાઓને ડેટ કર્યા હતા. અનન્યાની મમ્મી ભાવના હાલમાં જ ‘કૉફી વિથ કરણ’ની સાતમી સીઝનમાં હાજર રહ્યાં હતાં. આ શોમાં અગાઉ અનન્યા અને ઈશાન ખટ્ટર બન્ને અલગ-અલગ શોમાં આવ્યાં હતાં. એ દરમ્યાન કરણે બન્ને પાસે આડકતરી રીતે કબૂલ કરાવ્યું હતું કે તેઓ રિલેશનશિપમાં હતાં અને બ્રેકઅપ થઈ ગયું છે. ભાવના પાન્ડે આ શોમાં તેની ફ્રેન્ડ ગૌરી ખાન અને મહીપ કપૂર સાથે આવી હતી. આ શોમાં ગૌરીને કરણે પૂછ્યું હતું કે તે સુહાનાને ડેટિંગ માટે કઈ ઍડ્વાઇઝ આપશે. આ દરમ્યાન ગૌરીએ કહ્યું હતું કે એક સમયે બે વ્યક્તિને ક્યારેય ડેટ ન કરવી. આ દરમ્યાન ભાવના તરફ જોઈને કરણે કહ્યું હતું કે અનન્યા કદાચ એ કરી ચૂકી છે. આ વિશે ભાવનાએ કહ્યું હતું કે તે કદાચ બન્ને ​વિશે વિચારી રહી હતી જેથી એકસાથે બ્રેકઅપ કરી શકે.

entertainment news bollywood news bollywood gossips bollywood Ananya Panday karan johar koffee with karan bhavna pandey