રામચરણ સાથે ‘RC 15’મા દેખાશે કિયારા

01 August, 2021 01:09 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

કિયારા અડવાણી માટે ગઈ કાલે તેના બર્થ-ડેની બેસ્ટ ગિફ્ટ એટલે રામચરણ સાથે ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ હતો.

કિયારા અડવાણી

કિયારા અડવાણી માટે ગઈ કાલે તેના બર્થ-ડેની બેસ્ટ ગિફ્ટ એટલે રામચરણ સાથે ફિલ્મમાં કામ કરવાનો ચાન્સ હતો. રામચરણની ‘RC 15’માં કિયારાની એન્ટ્રી થઈ છે. આ ફિલ્મને શંકર ડિરેક્ટ કરશે. દિલ રાજુ અને શિરીષ ગારુ સાથે મળીને આ ફિલ્મ પ્રોડ્યુસ કરશે. આ ફિલ્મ તામિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ થવાની છે. હિન્દી ફિલ્મોની વાત કરીએ તો તેની પાસે ‘જુગ જુગ જિયો’, ‘શેરશાહ’ અને ‘ભૂલભુલૈયા 2’ છે. રામચરણ સાથે કામ કરવાની પોતાને મળેલી આ તકને લઈને કિયારાએ કહ્યું હતું કે ‘આ મારા માટે ચોક્કસ બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ છે. ફિલ્મ-ઇન્ડસ્ટ્રીના પ્રસિદ્ધ અને અનુભવી કલાકાર સાથે કામ કરવાની તક મળતાં હું ખૂબ ઉત્સાહી છું.’

kiara advani bollywood news entertainment news